COVID-19 Situation: કોરોના વાયરસની શરૂઆત ચીનથી થઈ હતી અને ફરી એકવખત ચીનમાં કોરોના વિસ્ફોટ થયો છે. સ્થિતિ એવી છે કે અનેક શહેરોની ગલીઓ-રસ્તાઓને સીલ કરી દેવાયા છે. જ્યા3રે હોસ્પિટલમાં દર્દીઓની ભીડ ઉમટી રહી છે. આ વચ્ચે સવાલ એવો ઊઠી રહ્યો છે કે શું ભારતમાં પણ કોરોનાનો ખતરો વધી શકે છે? આ સવાલના જવાબ કોરોના માટે બનેલી એડવાઇઝરી ગ્રૂપ દ્વારા આપવામાં આવી છે. જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ભારતમાં કોરોનાના ખતરાને લઈને કોઈપણ પ્રકારના પેનિક (ડરવાની)ની જરૂર નથી. તેમણે કહ્યું કે ભારતના લોકોમાં વેક્સિનેશન અને નેચરલ ઈન્ફેક્શનને કારણે હાઈબ્રિડ ઈમ્યુનિટી છે.
ચીનની સ્થિતિ પર નજર
કોવિડ વર્કિગં ગ્રૂપના NTAGIના ચીફ એનકે અરોડાએ કોરોના મહામારીને લઈને જાણકારી આપતા કહ્યું કે દેશમાં વેક્સિનેશનના કારણે કોરોના સંપૂર્ણપણે કંટ્રોલમાં છે. હાલ કોરોનાને લઈને પેનિક થવાની જરૂર નથી, પરંતુ ચીનની સ્થિતિ પર નજર રાખવાની જરૂર છે. અરોડાએ કહ્યું કે દેશમાં કોરોનાના ઓછા કેસનું કારણ એ પણ છે કે ભારતમાં ઓમિક્રોનના સબ વેરિયન્ટ ફેલાતા નથી.
સતત થઈ રહી છે જીનોમ સીક્વેન્સિંગ
NTAGIના ચીફે વધુમાં કહ્યું કે- કોરોનાના કેસને લઈને ગભરાવવાની જરૂર નથી, પરંતુ તેને લઈને સતત જીનોમ સીક્વેન્સિંગ કરી રહ્યાં છીએ, જેનાથી કોરોનાના નવા વેરિયન્ટ્સની ઓળખ યોગ્ય સમયે થઈ શકે. આ ઉપરાંત એરપોર્ટ પર પણ સર્વિલાંસને વધારવાની જરૂર છે, ખાસ કરીને તે લોકોની ઓળખ જરૂરી છે જેઓ વિદેશથી પરત ફરી રહ્યાં છે અને તેમનામાં કોરોના જેવા લક્ષણો છે.
‘ભારતમાં સબ વેરિયન્ટનો ખતરો નથી’
દુનિયાભરમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના સબ વેરિયન્ટ એક વખત ફરી આતંક મચાવી રહ્યાં છે. જેને લઈને એનકે અરોડાએ જણાવ્યું કે વિશ્વભરમાં લગભગ 75 સબ વેરિટન્સ છે. નસીબથી ભારતમાં તમામ વેરિયન્ટ્સની ઓળખ થઈ, પરંતુ એકપણ વેરિયન્ટ્સે કોરોનાની ગતિ ન વધારી. તેમણે કહ્યું કે આગળ પણ સ્થિતિ આવી જ રહે તેવી આશા છે તેથી ગભરાવવાની કોઈ જ જરૂર નથી. જો કે સાવધાની રાખવી હિતાવહ છે.
વિશ્વભરમાં ફરી કોરોનાનો આતંક
ચીન સહિત વિશ્વભરમાં કોરોનાએ ફરી એકવખત પોતાનો કહેર વરસાવી રહ્યો છે. જાપાન, અમેરિકા અને કોરિયા જેવા દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. જેને જોતા આ દેશોમાં ફરી અનેક પ્રકારના પ્રતિબંધો લગાડવામાં આવી રહ્યાં છે. ભારતમાં હાલ કોરોનાના કેસમાં વધારો નથી. જો કે સરકાર દ્વારા તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી છે.