પૂજામાં સ્ટીલના વાસણો વાપરી શકાય? કઈ ધાતુનો ઉપયોગ શુભ કે અશુભ?
- એવી માન્યતા છે કે વિધિ પૂર્વક દેવી-દેવતાઓની પૂજા કર્યા છતા પણ નાની નાની ભૂલોથી જીવનમાં પરેશાનીઓ વધી શકે છે. આવી જ એક જાણવાની બાબત એ છે કે પૂજા દરમિયાન સ્ટીલના વાસણો વાપરી શકાય કે નહીં?
હિંદૂ ધર્મમાં ઘરની સુખ-શાંતિ અને ખુશહાલી માટે વાસ્તુના નિયમોનું પાલન કરવામાં આવે છે. વાસ્તુમાં પૂજા-પાઠ સાથે જોડાયેલી દરેક વસ્તુઓ અંગે વિશેષ નિયમો બનાવાયા છે. એવી માન્યતા છે કે વિધિ પૂર્વક દેવી-દેવતાઓની પૂજા કર્યા છતા પણ નાની નાની ભૂલોથી જીવનમાં પરેશાનીઓ વધી શકે છે. આવી જ એક જાણવાની બાબત એ છે કે પૂજા દરમિયાન સ્ટીલના વાસણો વાપરી શકાય કે નહીં? પૂજા દરમિયાન સ્ટીલના વાસણોનો ઉપયોગ શુભ છે કે અશુભ તે અહીં જાણો
પૂજા દરમિયાન કઈ ધાતુના વાસણોનો ઉપયોગ યોગ્ય?
વાસ્તુ અનુસાર પૂજા પાઠના કામમાં સ્ટીલ, લોખંડ કે એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ. શાસ્ત્રો અનુસાર ધાર્મિક કાર્યો માટે સોના, ચાંદી, પીતળ અને તાંબાના વાસણનો જ ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.
કેમ ન કરવો જોઈએ સ્ટીલના વાસણનો ઉપયોગ?
પૂજા-અનુષ્ઠાન દરમિયાન વસ્તુઓની શુદ્ધતા અને પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. સ્ટીલ, એલ્યુમિનિયમ અને લોખંડના વાસણોને શુદ્ધ ધાતુની શ્રેણીમાં રખાયા નથી. તેથી પૂજા દરમિયાન આ ધાતુના વાસણનો ઉપયોગ વર્જિત છે. એવી પણ માન્યતા છે કે પૂજા-પાઠ દરમિયાન પ્રાકૃતિક ધાતુઓનો ઉપયોગ કરવો જોઈએ. સ્ટીલ માનવનિર્મિત ધાતુ છે અને લોખંડમાં કાટ આવી જાય છે, તેથી આ ધાતુનો ઉપયોગ કરવો યોગ્ય નથી. આ ધાતુઓમાંથી મૂર્તિનું નિર્માણ પણ થઈ શકતું નથી.
આ પણ વાંચોઃ Maruti કંપની ટૂંક સમયમાં લોન્ચ કરશે ‘Air Copter’, આકાશમાં ઉડશે કાર!