માથું ખંજવાળવું આટલું ભારે પડી શકે? 33 હજાર રૂપિયાના દંડની સજા?

- ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે અનેક દેશોમાં રસ્તાઓ ઉપર કેમેરાઓ લગાવવામાં આવ્યા
HD ન્યૂઝ ડેસ્ક, 16 ફેબ્રુઆરી: દુનિયભરના અનેક દેશોમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોના ઘરે ઈ-મેમો મોકલી શકાય તે માટે રસ્તાઓ ઉપર કેમેરાઓ લગાવવામાં આવ્યા છે. જેથી રાહદારી કે વાહનચાલકનો ચહેરો તેમજ વાહનોને સ્પષ્ટપણે જોઈ શકાય અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી શકાય છે. ત્યારે કથિત રીતે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન થતું હોવાથી ટિમ નામના ડચ માણસને ડ્રાઇવિંગ કરવા માટે 380 યુરો ($400 અથવા રૂ. 33198)નો દંડ ફટકારવામાં આવ્યો છે. હકીકતમાં, માથું ખંજવાળવાને કારણે ટિમને આ વિચિત્ર ચલણ મળ્યું છે. ટિમ દ્વારા આના પર સવાલ ઉઠાવવામાં આવ્યો છે અને આ મામલો કોર્ટમાં ગયો છે.
લોકોએ કાર, બાઇક અથવા કોઈપણ વાહન ચલાવતી વખતે રોડના નિયમોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જેમ કે સિંગલનો ભંગ કરવો નહીં, સ્પીડ મર્યાદામાં રાખવી, ટુ-વ્હીલર પર હોય ત્યારે હેલ્મેટ પહેરવું વગેરે. જો આ નિયમોનો ભંગ થાય છે, તો દંડ લાદવામાં આવે છે અથવા ચલણ જારી કરવામાં આવે છે. આજકાલ, કેમેરાએ રસ્તાઓ પર મેન્યુઅલ મોનિટરિંગનું સ્થાન લીધું છે અને નાની-નાની ગેરરીતિઓ પણ પકડી પાડવામાં આવી રહી છે અને ચલણ પણ સીધા ફોન નંબર પર મોકલવામાં આવે છે.
માથું ખંજવાળવાનો દંડ થયો 33,198 રૂપિયા!
તાજેતરમાં એક ડચ વ્યક્તિ ટિમને 380 યુરો ($400 અથવા રૂ. 33,198)નો દંડ ફટકારવામાં આવ્યો હતો. હકીકતમાં, AI સંચાલિત કેમેરાએ તેને ડ્રાઇવિંગ દરમિયાન ફોન પર વાત કરતા પકડી લીધો હતો. તે વ્યક્તિ દાવો કરે છે કે, તે માત્ર તેનું માથું ખંજવાળતો હતો, સિસ્ટમે ભૂલ કરી છે.”
ગયા વર્ષે નવેમ્બરમાં, ટિમને એક મહિના પહેલા ડ્રાઇવિંગ કરતી વખતે તેના મોબાઇલ ફોન પર કથિત રીતે વાત કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. તે ચલણ મળતા ચોંકી ગયો હતો કારણ કે તેના કહેવા મુજબ તેણે ડ્રાઇવિંગ કરતી વખતે તેનો ફોન ઉપયોગ કર્યો ન હતો.
કેવી રીતે AI કેમેરાથી ભૂલ થઈ ગઈ ?
આવી સ્થિતિમાં, તેણે સેન્ટ્રલ જ્યુડિશિયલ કલેક્શન એજન્સીમાં કેમેરામાંથી લીધેલા તેના ફોટોગ્રાફને તપાસવાનું નક્કી કર્યું. જે ફોટોગ્રાફ્સમાં ટીમ પ્રથમ નજરે ખરેખર તેના ફોન પર વાત કરતો દેખાઈ છે, પરંતુ નજીકથી જોવામાં આવે તો ખરેખર તેના હાથમાં કંઈ દેખાતું નથી. તે ફક્ત તેના માથાને ખંજવાળી રહ્યો હોય તેવું દેખાઈ છે અને AI કેમેરાએ તેના હાથની આ સ્થિતિનું અર્થઘટન ફોનને પકડ્યો હોય તેમ કર્યું. આનાથી પણ વધુ આશ્ચર્યજનક વાત એ છે કે, જે વ્યક્તિએ ફોટો તપાસ્યો અને તેના દંડની પુષ્ટિ કરી તેણે પણ સ્વીકાર્યું કે કેમેરાથી ભૂલ થઈ હતી.
પોલીસ કેમેરા સિસ્ટમ કેમ ભૂલો કરે છે?
ITમાં કામ કરતા હૈંસન મેઝે સંપાદિત અને વિશ્લેષણ કરનારા એલ્ગોરિધમ્સ વિશે સમજાવે છે. તેમણે અંગત અનુભવથી સમજાવ્યું કે, પોલીસ કેમેરા સિસ્ટમ, મોનોકેમ કેવી રીતે કામ કરે છે અને તે શા માટે ભૂલો કરી શકે છે. તેમ છતાં તે પોતે મોનોકેમનું પરીક્ષણ કરી શક્યા નથી, તેમણે સમજાવ્યું કે, સિસ્ટમ કેવી રીતે કાર્ય કરવા માટે રચાયેલું છે અને તે શા માટે ખોટા હકારાત્મક પરિણામો આપી શકે છે.
ટીમે કહ્યું કે, “જો કોઈ મોડેલને એવી આગાહી કરવી હોય કે કંઈક વસ્તુ ‘હા’ અથવા ‘ના’ છે, તો તે મોડેલ ચોક્કસપણે શક્ય છે કે ખોટું હોય,” ટિમ વધુમાં કહે છે કે, મારી ટિકિટના કિસ્સામાં, મોડેલે સંકેત આપ્યો હતો કે મારા હાથમાં મોબાઇલ છે, પરંતુ તેવું ન હતું. આવી ટેકનોલોજી સાથે 100% સચોટ પરિણામો દુર્લભ છે.”
IT નિષ્ણાતોએ શું કહ્યું?
IT નિષ્ણાત હૈંસને સમજાવ્યું કે, મોનોકેમ જેવી સિસ્ટમને બે અથવા ત્રણ ગ્રુપમાં વિભાજિત છબીઓના મોટા સમૂહ પર તાલીમ આપવી આવશ્યક છે: 1) તાલીમ સમૂહ, 2) ચકાસણી સમૂહ અને 3) પરીક્ષણ સમૂહ. પ્રથમ સેટનો ઉપયોગ એલ્ગોરિધમ શીખવવા માટે થાય છે કે કઈ ઓબ્જેક્ટ કઈ ઈમેજ પર છે અને તેમની પાસે કયા ગુણધર્મો (રંગ, રેખાઓ વગેરે) છે, બીજાનો ઉપયોગ એલ્ગોરિધમના ઘણા હાયપર-પેરામીટર્સને ઑપ્ટિમાઇઝ કરવા માટે થાય છે. અને ત્રીજા સેટનો ઉપયોગ પરીક્ષણ સિસ્ટમ ખરેખર કેટલી સારી રીતે કામ કરે છે તેના માટે થાય છે.
જોકે, આ કેસમાં સત્તાવાર નિર્ણય માટે અમારે 26 અઠવાડિયા સુધી રાહ જોવી પડશે. આ મુદ્દો નેધરલેન્ડ અને બેલ્જિયમ જેવા પાડોશી દેશોમાં વાયરલ થયો છે, જ્યાં કેટલીક સંસ્થાઓ ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોનના ઉપયોગને ઓળખી શકે તેવા કેમેરા લગાવવાની માંગ કરી રહી છે, પરંતુ ટિમની વાર્તા સાબિત કરે છે કે, “આવા કેમેરા 100% ભરોસાપાત્ર નથી.”
આ પણ જુઓ: અમદાવાદ ટ્રાફિક પોલીસે બે વર્ષમાં 20 લાખ ઈ મેમો મોકલ્યા, દંડ પેટે 100 કરોડ વસૂલાયા નથી