ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલવિશેષ

શું પાલતુ પ્રાણી પણ માનવીને બીમાર પાડી શકે છે ?

Text To Speech

અમદાવાદ, 20 જાન્યુઆરી : શહેરોમાં પાલતુ પ્રાણીઓ પાળવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. ખાસ કરીને કૂતરા અને બિલાડીઓને પાળવા માટે. માનવી સદીઓથી પ્રાણીઓનો ઉછેર કરે છે. પરંતુ ગામડાઓમાં લોકો તેમનાથી યોગ્ય અંતર જાળવી રાખે છે. જેમ કે, ગામમાં કોઈના ઘરમાં ગાય, ભેંસ, બકરી, ઘેટા હોય તો તે તેને પોતાના રૂમમાં કે પલંગમાં લાવતા નથી. તેના બદલે પ્રાણીઓને ઘરની બહાર એક સંગઠિત સ્થળમાં રાખવામાં આવે છે.

તેથી માણસો પ્રાણીઓથી થતા રોગોથી સુરક્ષિત રહે છે. પરંતુ કૂતરા અને બિલાડીઓ સાથે આવું નથી. શહેરોમાં લોકો તેમનો ઉછેર પોતાના બાળકોની જેમ કરે છે. તેને પોતની પથારીમાં પણ સૂવાડે છે. જેથી આ પ્રાણીઓથી રોગ ફેલાવવાનું જોખમ સૌથી વધુ છે. એક સંશોધનમાં ઘણી એવી બાબતો સામે આવી છે. જેવી કે…

ડાયસન ગ્લોબલ ડસ્ટ રિપોર્ટ 

તાજેતરમાં ડાયસન ગ્લોબલ ડસ્ટ દ્વારા પાલતુ પ્રાણીઓ પર એક સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. આ રિસર્ચ રિપોર્ટ અનુસાર, જે ભારતીય લોકો પાલતુ પ્રાણીઓ રાખે છે તેઓ તેમના પાલતુ પ્રાણીઓની સ્વચ્છતા, તેમના રોગો અને તેમના પર જોવા મળતા વાયરસને લઈને ખૂબ જ સભાન હોય છે. પરંતુ જ્યારે પાળતુ પ્રાણી અને ઘરની દૈનિક સફાઈની વાત આવે છે, ત્યારે ચારમાંથી માત્ર એક ભારતીય તેને પ્રાથમિકતા તરીકે જોવે છે. જેના કારણે ઘણી વખત પશુઓ બીમાર પડે છે અને તેના કારણે આ રોગ માણસોમાં પણ ફેલાય છે.

બેસિલસ એન્થ્રેસીસ પાલતુ પ્રાણીઓમાં જીવલેણ રોગ ફેલાવે છે

MDPI ઓપન એક્સેસમાં પ્રકાશિત થયેલા એક સંશોધન અનુશાર, બેસિલસ એન્થ્રેસીસ એક પ્રકારનો બેક્ટેરિયા છે જે પ્રાણીઓમાં જીવલેણ રોગ ફેલાવે છે. આ બેક્ટેરિયાનો આકાર સળિયા જેવો હોય છે. આવા ચેપી રોગો પ્રાણીઓમાં જોવા મળતા બેક્ટેરિયા દ્વારા માણસોમાં ફેલાય છે.

આ ઉપરાંત, જેના કારણે પ્રાણીઓમાં એન્થ્રેક્સ નામનો રોગ ફેલાય છે. સૌથી મહત્વની વાત એ છે કે જો કોઈ માણસ આ રોગથી સંક્રમિત પ્રાણીના સંપર્કમાં આવે છે, તો તેને પણ આ રોગનો ચેપ લાગે છે. આ રિસર્ચમાં પાલતુ પ્રાણીના વાળ અને તેની ત્વચાના કણો પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : એલિયન્સને હંમેશા લીલા રંગના જીવો તરીકે જ કેમ દર્શાવવામાં આવે છે?

Back to top button