ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શું નિફ્ટી 24000નું મથાળુ કુદાવશે? જાણો નિફ્ટીના સપોર્ટ અને રેસિસ્ટન્સ લેવલ

Text To Speech

મુંબઇ, 26 માર્ચઃ એશિયન બજારો મોટે ભાગે વધીને બંધ આવતા આજે ગિફ્ટ નિફ્ટી હાલમાં 23,760ની આસપાસ પોઝીટીવ સંકેત આપી રહી છે. આજના નિફ્ટીમાં મહત્વનો સપોર્ટ 23,300ની આસપાસ રહેશે તેમ એનાલિસ્ટો માને છે. જ્યારે 23,300થી 23,800ની વ્યાપક રેન્જ વચ્ચે કોન્સોલિડેટ થશે. તેનો નજીકનો સપોર્ટ 23,600 રહેશે પરંતુ જો આ સપાટી તૂટશે તો નિફ્ટી 23,300 સુધી આવી શકે છે. ગઇકાલના ટ્રેડિંગને જોતા ઊછાળે વેચવાલી સ્થાન લઇ શકે છે અને કેટલીક પ્રોફીટ બુકીંગ પણ જોવા મળી શકે છે તેથી લોંગ પોઝીશન લેવાને બદલે ઇન્ટ્રા ડે ટ્રેડિંગ રોકાણકારો કરી શકે છે.

ગઇકાલે અમેરિકાનો એસએન્ડપી 500 0.16 ટકા, નાસડેક કંપોઝીટ 0.46 ટકા અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ ફક્ત 0.01 ટકા વધ્યા હતા. જેના પગલે એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કેઇ 225 0.39 ટકા વધ્યો હતો. તેની સાથે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.42 ટકા અને શાંઘાઇનો કંપોઝીટ ઇન્ડેક્સ ફ્લેટ રહ્યો હતો.

આમ અમેરિકા તથા એશિયન બજારો મજબૂત રહેવા છતાં ભારતીય શેરમાર્કેટનો આજનો મૂડ કેવો રહે છે તે જોવાનુ રહેશે. ગઇકાલે દિવસભર તેજી દર્શાવ્યા બાદ અંતે નિફ્ટી અને સેન્સેક્સ ફ્લેટ બંધ આવ્યા હતા. જેમાં ફક્ત 10 પોઇન્ટ વધીને બંધ આવ્યા હતા.
હવે રોકાણકારોની નજર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવનાર રેસિપ્રોકલ ટેરિફની 2જી એપ્રિલની તારીખ આપવામાં આવી છે તેની પર રહેશે. જેના લીધે વૈશ્વિક વેપાર યુદ્ધ પણ છેડાઇ શકે છે.

આ પણ વાંચોઃ ભારત સરકારે સેમસંગને કર્યો 5156 કરોડ રૂપિયાનો દંડ

Back to top button