શું હવે ગુજરાતમાં ડિઝનીલેન્ડ પાર્કની મજા માણી શકાશે? જાણો શું અપડેટ?
સુરત, 22 સપ્ટેમ્બરઃ ગુજરાતમાં વોટરપાર્ક તો ઘણાય છે, પરંતુ ડિઝનીલેન્ડ જેવા પાર્ક એકેય નથી. ગુજરાતમાં જ દેશનો સૌ પહેલું ડિઝનીલેન્ડ ખૂલે તેવા પ્રયાસો શરુ થયા હતા. ત્યારે હવે ડિઝનીલેન્ડ પાર્કની મજા માણવા માટે હવે લાખો રૂપિયા ખર્ચી અમેરિકા સુધી લંબા થવાની જરૂર નહીં પડે. કારણ કે ગુજરાતના સુરત શહેરમાં ડિઝનીલેન્ડ પાર્ક સ્થાપવામાં આવી શકે છે. જો સુરતમાં ડિઝનીલેન્ડ પાર્કની સ્થાપના થાય તો તે માત્ર ભારત જ નહીં પણ દક્ષિણ એશિયાનો આ પ્રથમ ડિઝનીલેન્ડ પાર્ક હશે.
દુનિયામાં હાલ 6 ડિઝનીલેન્ડ પાર્ક છે, જો ગુજરાતમાં સ્થાપના થઇ તો માત્ર ભારત જ નહીં દક્ષિણ એશિયાનો પ્રથમ ડિઝનીલેન્ડ પાર્ક હશે. ડિઝનીલેન્ડ પાર્ક એક એન્ટરટેઇનમેન્ટ પાર્ક છે. દુનિયાનું પ્રથમ ડિઝનીલેન્ડ પાર્કની સ્થાપના અમેરિકાના કેલિફોર્નિયાના એનાહિમ ખાતે 28 જુલાઇ 1955માં થઇ હતી. ડિઝનીલેન્ડ પાર્કનું નિર્માણ વોલ્ડ ડિઝની એ કર્યું હતું. વોલ્ડ ડિઝનીના નામ પર ડિઝનીલેન્ડ પાર્ક નામ રાખવામાં આવ્યું હતું.
Disneyland Park could be set up near Surat 😍
🔹Suggestion under the Surat Economic Region Development Plan
If established, It will be the first Disneyland in South Asia pic.twitter.com/dzkYQWBi2n
— The Index of Gujarat (@IndexofGujarat) September 19, 2024
સુરતમાં ડિઝનીલેન્ડ પાર્ક સ્થાપવાનો પ્રસ્તાવ છે. સુરત ઇકોનોમિક રિઝન ડેવલપમેન્ટ પ્લાન હેઠળ ડિઝનીલેન્ડ પાર્ક સ્થાપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. ડાયમંડ સિટી તરીકે દુનિયામાં પ્રખ્યાત સુરત હવે ડાયમંડ બુર્સ સ્થાપવામાં આવ્યું છે. ડાયમંડ બુર્સ સ્થપાયા બાદ સુરતમાં દુનિયાભરમાંથી વેપારીઓ અને મુલાકાતીઓ આવશે.
દુનિયાનું પ્રથમ ડિઝનીલેન્ડ પાર્ક અમેરિકાના કેલિફોર્નિયાના એનાહિમમાં સ્થપાયું હતું. ઉપરાત ફ્લોરિડા, પેરિસ, ટોક્યો, શાંઘાઇ, હોંગકોંગમાં ડિઝનીલેન્ડ પાર્ક આવેલા છે. 6 ડિઝનીલેન્ડ પાર્ક ઉપરાંત 6 ડિઝની પાર્ક છે. ડિઝનીલેન્ડ પાર્ક એક પ્રકારના થીમ પાર્ક છે. જ્યાં પ્રવાસીઓ એક સ્વપ્ન લોકમાં ફરવાની મજા માણે છે. અહીં વિવિધ કાર્ટુન કેરેક્ટર, આકર્ષક ઇમારતોના ડ્રિમ વર્લ્ડમાં આવ્યા હોવાનો અનુભવ થાય છે. અને હવે ગુજરાતીઓ પણ આવા વૈશ્વિક સ્તરના મનોરંજન પાર્કની રાહ જોવા લાગ્યા છે.
આ પણ વાંચો…‘DD ફ્રી ડિશ’ ચેનલ્સ દર્શકોનું મનગમતું માધ્યમ બન્યું, ભારતમાં કેટલા ઘરોમાં છે DD ફ્રી ડિશ?