ચૂંટણી 2024ટોપ ન્યૂઝનેશનલ

કોંગ્રેસ 300માંથી 40 બેઠક પણ જીતી શકશે કે કેમ ! મને તો શંકા છે : મમતા બેનર્જી

Text To Speech

મુર્શિદાબાદ, 2 ફેબ્રુઆરી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે મને સમજાતું નથી કે કોંગ્રેસ પાર્ટી આટલી અહંકારી કેમ છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં જનસભાને સંબોધતા બેનર્જીએ કહ્યું કે મને નથી લાગતું કે કોંગ્રેસ 300માંથી 40 બેઠકો પણ જીતી શકશે કે કેમ ! કોંગ્રેસ પાર્ટી પહેલા જ્યાં જીતતી હતી હવે ત્યાં પણ હારી રહી છે.

કોંગ્રેસની યાત્રામાં આમંત્રણ ન હતું

કોંગ્રેસમાં હિંમત હોય તો બનારસમાં ભાજપને હરાવીને બતાવે. તેમણે કહ્યું કે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા બંગાળ આવી હતી. પરંતુ મને કહેવામાં પણ આવ્યું ન હતું. અમે INDIA ના જોડાણમાં છીએ. પરંતુ તેમ છતાં મને તેની જાણ કરવામાં આવી ન હતી. મને આ અંગે પ્રશાસન તરફથી જાણ થઈ હતી. મમતા બેનર્જીએ કહ્યું કે અમે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જીત્યા નથી. તમે રાજસ્થાનમાં પણ ચૂંટણી જીતી શક્યા નથી. તમારામાં હિંમત છે કે તમે અલ્હાબાદમાં જઈને જીતો અને વારાણસીમાં જીતીને બતાવો. ચાલો આપણે પણ જોઈએ કે તમારામાં કેટલી હિંમત છે.

‘ફોટોશૂટ હવે ટ્રેન્ડમાં છે’

બેનર્જીએ મુર્શિદાબાદમાં બીડી કામદારો સાથે રાહુલ ગાંધીની બેઠક પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે આજકાલ ફોટોશૂટનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જે લોકો ક્યારેય ચાના સ્ટોલ પર ગયા ન હતા તે લોકો હવે બીડીના કામદારો સાથે બેસીને તેમના ફોટા ક્લિક કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમાં બીડી મજૂરો સાથે મુલાકાત કરી હતી.

Back to top button