ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

શું કોકોનટ શુગર સ્લિમ અને ફિટ રાખી શકે છે? જાણો કેવી રીતે બને છે?

Text To Speech
  • કોકોનટ શુગર નારિયેળના ઝાડમાંથી બનીને તૈયાર થાય છે
  • નારિયેળના ફુલોને કાપી તેમાંથી લિક્વિડ કાઢી કોકોનટ શુગર બનાવાય છે
  • કોકોનટ શુગરમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ  માત્ર 35 હોય છે

સ્લિમ અને ફિટ રહેવા માટે અને ડાયાબિટીસથી બચવા માટે ખાંડ ન ખાવી અથવા તો બિલકુલ ઓછી માત્રામાં ખાવાની સલાહ આપવામાં આવે છે. એટલું જ નહીં ખાંડ ખાવાથી લીવર, હાર્ટ અને ડાયાબિટીસ જેવી બિમારીઓનો ખતરો વધી જાય છે. શું સાચે કોકોનટ શુગર સફેદ ખાંડનો હેલ્ધી વિકલ્પ છે. શું ડાયાબિટીસના દર્દીઓ તેને ખાઇને હેલ્ધી રહી શકે છે?

શું કોકોનટ શુગર સ્લિમ અને ફિટ રાખી શકે છે? જાણો કેવી રીતે બને છે? hum dekhenge news

કોકોનટ શુગર કેવી રીતે બને છે?

કોકોનટ શુગર નારિયેળના ઝાડમાંથી બનીને તૈયાર થાય છે. લોકો તેને પાલ્મ ટ્રી વાળી શુગર સમજે છે. કોકોનટ શુગર અને પાલ્મ ટ્રી શુગર અલગ અલગ હોય છે. કોકોનટ શુગર બનાવવા માટે નારિયેળના ઝાડમાંથી નારિયેળના ફુલોને કાપી તેમાંથી લિક્વિડ કાઢી લેવામાં આવે છે. તેને આંચ પર રાખીને ત્યાં સુધી પકાવવામાં આવે છે જ્યાં સુધી તેનું પાણી બળી ન જાય. આ રીતે બ્રાઉન કલરની કોકોનટ શુગર તૈયાર થાય છે.

સામાન્ય ખાંડ અને કોકોનટ શુગરમાં શું અંતર છે.

સામાન્ય ખાંડમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સની માત્રા વધુ હોય છે. તે શરીરના બ્લડ શુગર લેવલને વધારે છે. ડાયાબિટીસના દર્દીઓને લો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ વાળા ફુડ ખાવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય સફેદ ખાંડમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ લગભગ 60થી 65 હોય છે, જ્યારે કોકોનટ શુગરમાં તે માત્ર 35 હોય છે.

શું કોકોનટ શુગર સ્લિમ અને ફિટ રાખી શકે છે? જાણો કેવી રીતે બને છે? hum dekhenge newsકોકોનટ શુગર ખાવાના ફાયદા

લો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ હોવાના કારણે કોકોનટ શુગરમાં ઇન્સ્યુલિન પણ હોય છે. તે શરીરમાં ગ્લુકોઝ એબ્ઝોર્બ કરવાની માત્રાને ઘટાડે છે. જો તમે સ્લિમ અને ફિટ રહેવા ઇચ્છો છો તો કોકોનટ શુગર ખાઇ શકો છો. જોકે તે પણ એકાદ બે ચમચી જ ખઆવી જોઇએ. કોકોનટ શુગરમાં થોડી માત્રામાં ન્યુટ્રિશન પાર્ટ પણ હોય છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ, આયરન, કેલ્શિયમ અને પોટેશિયમ સામેલ હોય છે.

આ પણ વાંચોઃ વારંવાર વિચારોમાં ખોવાઇ જાવ છો? ક્યાંક ડ્રીમિંગ ડિસઓર્ડર તો નથી ને?

Back to top button