ટ્રેન્ડિંગનેશનલફન કોર્નરયુટિલીટીવિશેષ

મકાન નમી પડ્યું, બુલ્ડોઝરથી બચાવવા પ્રયાસ થયો અને ત્યારબાદ શું થયું?

Text To Speech
  • અચાનક નિર્માણાધીન બિલ્ડિંગ એક તરફ નમી ગઈ
  • મશીન બોલાવી બિલ્ડિંગ સીધી કરાઈ, વિરોધ થતાં મહાનગરપાલિકાએ બિલ્ડિંગ તોડી પાડી

પુણે, 14 ફેબ્રુઆરી: મહારાષ્ટ્રના પુણેને અડીને આવેલા પિંપરી-ચિંચવાડમાં એક દુર્ઘટના બનતા બનતા રહી ગઈ છે, એક નિર્માણાધીન બિલ્ડિંગ અચાનક એક તરફ નમી પડી હતી. જેને લઈને સ્થાનિક લોકોમાં ડરનો માહોલ ઊભો થયો હતો. ત્યાર બાદ આ બિલ્ડિંગને બુલ્ડોઝર સહિત મશીનોથી સીધી કરીને નીચેથી ટેકા આપવામાં આવ્યા હતા. પરંતુ સ્થાનિક લોકોએ રજુઆત કરી હતી કે આ ખતરનાક છે, ગમે ત્યારે પડી શકે છે. સ્થાનિકો દ્વારા પ્રશાસનને જાણ કર્યા બાદ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ કરી હતી.

સ્થાનિક લોકોના વિરોધ બાદ અધિકારીઓએ નિર્માણાધીન બિલ્ડિંગની તપાસ કરી હતી, ત્યાર બાદ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરતાં આ બિલ્ડિંગને તોડી પાડી છે, જૂઓ વીડિયો

 

અધિકારીઓએ નિર્માણાધીન બિલ્ડિંગની તપાસ કરી હતી

સ્થાનિક લોકોને ડર હતો કે આ બિલ્ડિંગ ગમે ત્યારે પડી શકે છે. જ્યારે સ્થાનિક લોકોએ જોયું કે નિર્માણાધીન બિલ્ડીંગ અચાનક એક તરફ નમી ગઈ તો તેમણે રાત્રે જ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. આ પછી મ્યુનિસિપલ કોર્પોરેશન અને બાંધકામ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને સમગ્ર મામલાની તપાસ કરી હતી.

જાણો બપોર સુધીના તમામ મહત્ત્વના સમાચાર HD News ટૉપ-10ના વીડિયો દ્વારા

 

બે થાંભલા પર બિલ્ડિંગ ઊભી કરી

નિર્માણાધીન બિલ્ડિંગનું બાંધકામ વાય આકારમાં કરવામાં આવ્યું હતું, એટલે કે બિલ્ડિંગને ચારને બદલે બે પિલર (થાંભલા) પર બનાવવામાં આવી હતી. આ રીતે બાંધકામ કરવાથી કોઈ પણ બિલ્ડિંગને બે માળથી વધુ ન બનાવી શકાય પરંતુ અહીં ભોંયતળિયા ઉપરાંત ત્રણ માળનું બાંધકામ કરવામાં આવ્યું હતું. પ્રથમ નજરે તો બિલ્ડિંગ નમવાનું આ જ તારણ કાઠવામાં આવ્યું હતું, ત્યાર બાદ મહાનગરપાલિકાએ નિર્માણાધીન બિલ્ડિંગને પાડી બેસાડી હતી.

આ પણ વાંચો: પ્રામાણિક ચોર! સોનું, રોકડ ચોર્યાં પણ મેડલ પરત કરીને માફી માંગી

Back to top button