શું iPhone હૅક થઈ શકે? એક નિષ્ણાતના ખુલાસાથી યુઝરોમાં ચિંતા
નવી દિલ્હી, 14 જાન્યુઆરી, 2025: શું iPhone હૅક થઈ શકે? આ પ્રશ્ન અત્યાર સુધી કોઇને ખાસ ચિંતા કરાવતો નહોતો પરંતુ એક સિક્યોરિટી સંશોધકે આ અંગે જે કહ્યું છે તેનાથી આઈફોનના વપરાશકારોમાં ચિંતા ફેલાઈ છે. આ નિષ્ણાત સંશોધકનું કહેવું છે કે આઈફોનનું યુએસબી ટાઈપ-સી કંટ્રોલર હૅક થઈ શકે છે.
થોમસ રોથ (Thomas Roth) નામના હાર્ડવેર સિક્ટોરિટી સંશોધક રિવર્સ એન્જિનિયરિંગના વિષયો ઉપર વીડિયો બનાવે છે. થોમસે તેમના આવા એક ડેમોન્સ્ટ્રેશનમાં ACE3 કંટ્રોલરનું રિવર્સ એન્જિનિયરિંગ કરીને તે હૅક થઈ શકે છે એવું દર્શાવ્યું છે. થોમસે આઈફોનના ACE3 કંટ્રોલરના ઈન્ટર્નલ ફર્મવેર તથા કમ્યુનિકેશન પ્રોટોકોલની વીકનેસ વિશે જણાવ્યું છે. તેમણે આ વાત તેમના ડેમોન્સ્ટ્રેશનમાં પણ દર્શાવી છે.
રોથે કરેલા સંશોધનને સરળ ભાષામાં સમજવું હોય તો આ એક એવી પ્રક્રિયા છે જેમાં ડિવાીસની ડિઝાઈન સમજવા માટે તેને ડિસ્મેન્ટલ અર્થાત છૂટું પાડી દેવામાં આવે છે. તમામ કોમ્પોનન્ટને અલગ કરીને સમજવામાં આવે છે કે આ ડિવાઈસ કેવી રીતે કામ કરે છે. થોમસે આ પ્રક્રિયા દ્વારા આઈફોનના હૅકિંગની સંભાવના વ્યક્ત કરી છે. જોકે, હવે આઈફોનની કંપની એપલ આ દાવાનો શું પ્રતિભાવ આવે છે એ જોવાનું રહ્યું.
આ પણ વાંચોઃ ધક ધક ગર્લ માધુરી દિક્ષીત સાવ અલગ અંદાજમાં નવી કાર લેવા પહોંચ્યાં, જુઓ વીડિયો
મહાકુંભ વિશેના તમામ સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો
>>> https://www.humdekhenge.in/%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%ad-2025/
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD