ટ્રેન્ડિંગવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

શું AI મૃત્યુની તારીખ પણ જણાવી શકે છે?

Text To Speech

ડેનમાર્ક, 25 ડિસેમ્બર : છેલ્લા કેટલાક સમયથી આપણે AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિશે ઘણી વાતો સાંભળીયે છીએ. કૃત્રિમ બુદ્ધિમત્તાના આગમનથી વિશ્વમાં ઘણા મોટા ફેરફારો થયા છે. તે ફેરફારો સારા છે કે ખરાબ તે કહેવું મુશ્કેલ છે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી કોઈના શરીર પર કોઈનો ચહેરો ચઢાવવામાં આવી રહ્યો છે. બીજાના અવાજમાં બીજા કોઈનો અવાજ ઉમેરવામાં આવી રહ્યો છે. આ બધું AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કારણે થઈ રહ્યું છે. હવે સમાચાર આવ્યા છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એ પણ જણાવશે કે વ્યક્તિનું મૃત્યુ ક્યારે થશે?

AI મૃત્યુની તારીખ જણાવશે

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે ઘણી એવી વસ્તુઓ છે જે બદલાઈ છે, સાથે જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું એક નવું મોડલ તૈયાર કરવામાં આવ્યું છે, જેનું નામ Life2vec રાખવામાં આવ્યું છે. જેમાં AI દ્વારા જાણી શકાશે કે વ્યક્તિનું મૃત્યુ ક્યારે થશે? ડેનમાર્ક ટેક્નિકલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ વિષય પર સંશોધન કર્યું છે, આ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં નવા મોડલે ડેનમાર્કના લોકોના અંગત ડેટાનો પણ અભ્યાસ કર્યો છે, જે દર્શાવે છે કે AIનું નવું મોડલ ચોક્કસાઈથી શોધી શકે છે કે, કોઈ વ્યક્તિ શું કાર્ય કરશે અને શું નહીં.

78 ટકા સાચા આંકડા

ડેનમાર્કમાં આવેલા આ નવા મોડલનું પરીક્ષણ 35 થી 65 વર્ષની વયના લોકો પર કરવામાં આવ્યું હતું. જેમાંથી કેટલાક 2016 અને 2020 ની વચ્ચે મૃત્યુ પામ્યા હતા. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના નવા મોડલે તેના સંશોધનમાં 78 ટકા સાચા જવાબો આપ્યા હતા.

ખાનગી ક્ષેત્રથી દૂર રાખવું પડશે

આ નવા મોડલ અંગે વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે જો આ મોડલ કોઈપણ ખાનગી વીમા કંપનીના હાથમાં આવી જાય તો તે તેનો દુરુપયોગ કરી શકે છે. કારણ કે વીમા કંપનીઓ આ માહિતીને જોયા પછી વ્યક્તિઓને વીમો આપશે. આ મોડેલ હાલમાં સામાન્ય ઉપયોગ માટે ઉપલબ્ધ નથી

આ પણ વાંચો : ગેસ વાળા ગ્રહો કેમ આસપાસ કોઈ પૃથ્વીને બનવા દેતા નથી ?

Back to top button