સ્ટ્રેસ ઘટાડશે કપૂર, ઈન્ફેક્શનથી પણ કરશે બચાવ, જાણો અન્ય ફાયદા
- કપૂર એક કુદરતી અને બહુમુખી પદાર્થ છે જેનો ઉપયોગ સદીઓથી આયુર્વેદમાં કરવામાં આવે છે. તેની સુગંધ મનને શાંત કરે છે
HD ન્યુઝ ડેસ્કઃ હિન્દુ ધર્મમાં કપૂરનું ધાર્મિક મહત્ત્વ છે. આ સિવાય કપૂર શારીરિક અને માનસિક ફાયદો પણ આપે છે. કપૂરમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, જે ઈન્ફેક્શનને રોકવામાં મદદ કરે છે. આ સિવાય કપૂરમાં એવા તત્વો પણ જોવા મળે છે, જે તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે. કપૂર એક કુદરતી અને બહુમુખી પદાર્થ છે જેનો ઉપયોગ સદીઓથી આયુર્વેદમાં કરવામાં આવે છે. તેની સુગંધ મનને તો શાંત કરે જ છે, પરંતુ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે પણ ફાયદાકારક છે.
નાના કપૂરના મોટા ફાયદા
પેઈન કિલર
કપૂરમાં એનાલ્જેસિક ગુણ હોય છે, જે પીડા ઘટાડવામાં મદદ કરે છે. કપૂર તેલથી માલિશ કરવાથી માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો અને સાંધાના દુખાવામાં રાહત મળે છે.
ઈન્ફેક્શન વિરોધી
કપૂરમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે, જે બેક્ટેરિયા, વાયરસ અને ફંગસને મારવામાં મદદ કરે છે. ખંજવાળ, દાઝવા અને નાના ઘા પર કપૂર તેલ લગાવવાથી ચેપનું જોખમ ઓછું થાય છે.
શ્વસનની સમસ્યાઓમાં ફાયદાકારક
કપૂરમાં ડીકોન્જેસ્ટન્ટ ગુણ હોય છે જે નાકનો અવરોધ દૂર કરવામાં મદદ કરે છે. કપૂરનો ઉપયોગ કરવાથી શરદી, ઉધરસ અને સાઈનસની સમસ્યામાં રાહત મળે છે.
તણાવ ઘટાડવામાં મદદરૂપ
કપૂરની સુગંધ તણાવ ઓછો કરવામાં અને મનને શાંત કરવામાં મદદ કરે છે. તમે કપૂર તેલ ડિફ્યુઝરમાં નાંખીને અથવા ગરમ પાણીમાં નાંખીને તેનો નાસ લઈ શકો છો.
ત્વચા માટે ફાયદાકારક
કપૂર ત્વચાની સમસ્યાઓ જેમ કે ખીલ, ડાઘ અને ખંજવાળને ઘટાડવામાં મદદ કરી શકે છે. કપૂર તેલ ત્વચાને સ્વચ્છ અને ચમકદાર બનાવવામાં પણ મદદ કરે છે.
કપૂરનો ઉપયોગ કરતી વખતે રાખો સાવધાની
કપૂરનું સેવન સીધું ન કરવું જોઈએ.
કપૂર તેલને ત્વચા પર લગાવતા પહેલા નારિયેળ તેલ કે અન્ય કોઈ તેલમાં મિક્સ કરો.
સગર્ભા સ્ત્રીઓ અને બાળકોએ કપૂરનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
આંખોના સંપર્કમાં આવવાથી બચો.
કપૂરના અન્ય ઉપયોગો
કપૂરનો ઉપયોગ જંતુઓથી બચવા માટે પણ થાય છે.
ઘરને સુગંધિત બનાવવા માટે પણ કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે.
કપૂરનો ઉપયોગ ધાર્મિક વિધિઓમાં પણ થાય છે.
આ પણ વાંચોઃપ્રાણીની ચરબી ધરાવતો ખોરાક તમારી પ્લેટમાં પહોંચી જાય છે, અને તમને ખબર પણ નથી પડતી..