અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતયુટિલીટી

PM કિસાન યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓના e-KYC માટેની ઝુંબેશ

Text To Speech
  • પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ માહિતી 

HD ન્યૂઝ ડેસ્ક, 15 ફેબ્રુઆરી: કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ યોજનાના ૧૫મા હપ્તાથી તમામ લાભાર્થીઓના e-KYC ફરજીયાત કરવામાં આવ્યા છે. જેથી યોજનાના ૧૫મા હપ્તાનો લાભ ન મળ્યો હોય તેવા તમામ લાભાર્થીઓએ ૧૫મા અને આગામી ૧૬મા હપ્તાનો લાભ મેળવવા માટે e-KYC ફરજીયાત કરાવી લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

સરકાર દ્વારા ૧૦-દિવસીય રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી

પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત જે લાભાર્થીઓના e-KYC બાકી હોય તે તમામ માટે સરકાર દ્વારા તા.૧૨ થી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફતે ૧૦-દિવસીય રાષ્ટ્રવ્યાપી “e-KYC”  ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે કોઇપણ લાભાર્થીનું ઈ-કેવાયસી બાકી હોય તેઓએ ગ્રામ્ય કક્ષાએ કે નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે.આ ઉપરાંત અન્ય પધ્ધતિઓ દ્વારા પણ ઈ-કેવાયસી પૂર્ણ કરી શકાય છે.

e-KYC પૂર્ણ કરવા માટે અન્ય પધ્ધતિઓ પણ ઉપલબ્ધ

આ ઉપરાંત બાકી રહેલા e-KYC પૂર્ણ કરવા માટે અન્ય પધ્ધતિઓ પણ ઉપલબ્ધ છે. જેમાં ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક, તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી, જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ રૂબરૂ ઉપસ્થિત રહી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા e-KYC કરાવી શકાય છે. ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યુવાન કે યોજનાનો લાભાર્થી પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી આધાર બેઝ્ડ ઓટીપીના ઉપયોગ દ્વારા લોગીન કરી પોતાના સહિત અન્ય ૧૦ લાભાર્થીઓનું ઈ-કેવાયસી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા કરી શકે છે. જે કોઈ લાભાર્થીઓનો આધાર અને મોબાઈલ લીંક હોય તેવા લાભાર્થીઓ આધાર બેઝ્ડ ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જાતે જ ઈ-કેવાયસી કરી શકે છે.

આ પણ જુઓ: મોદી સરકાર NAREGA યોજના ખતમ કરવા માંગે છે: જયરામ રમેશ

Back to top button