મધ્યપ્રદેશનું મિની ગોવા કહેવાય છે આ ઓફબીટ ટૂરિસ્ટ પ્લેસ, ફરવા માટે પરફેક્ટ છે આ સીઝન
- મધ્યપ્રદેશમાં આવેલું ઓફબીટ ટૂરિસ્ટ પ્લેસ તમને મિની ગોવાનો અહેસાસ આપી શકે છે. મંદસોર જિલ્લામાં ચંબલ નદીના કિનારે આવેલા કંવલા ગામમાં કંઈક આવો જ અનુભવ થાય છે
વરસાદના દિવસોમાં મુસાફરી કરવાનો એક અલગ જ આનંદ છે. હાલમાં ઘણા પ્રવાસીઓ ગોવા મુલાકાત લેવાનું પસંદ કરે છે. જો તમે ગોવા ન જઈ શકો તો તમે મધ્ય પ્રદેશની મુલાકાત પણ લઈ શકો છો. અહીં આવેલું ઓફબીટ ટૂરિસ્ટ પ્લેસ તમને મિની ગોવાનો અહેસાસ આપી શકે છે. મધ્યપ્રદેશનાના મંદસોર જિલ્લામાં ચંબલ નદીના કિનારે આવેલા કંવલા ગામમાં કંઈક આવો જ અનુભવ થાય છે. આ ગામમાં નદીનો પટ ઘણો પહોળો છે જેનો છેડો દેખાતો નથી. અહીં બે મોટા ખડકો છે જે નદીની મધ્યમાં કોઈ આઈલેન્ડ જેવા દેખાય છે. આ જ કારણ છે કે જ્યારે તેને જોવામાં આવે ત્યારે સમુદ્ર જેવો લાગે છે. અહીં આવવાની પરફેક્ટ સિઝન મોનસુન છે.
સનસેટ છે શાનદાર
ચોમાસાની સીઝનમાં અહીં સનસેટ જોવાલાયક હોય છે. કંવલા ગામમાં પ્રવાસીઓની ભીડ જામે છે. વરસાદમાં તેનો લુક સંપૂર્ણપણે બદલાઈ જાય છે. અહીં આવીને પર્યટકોને હૃદયની શાંતિ મળે છે. કંવલા ગામનો સનસેટ પણ પ્રવાસીઓને ખૂબ જ પસંદ આવે છે. પ્રાકૃતિક સૌંદર્યથી ઘેરાયેલા આ ગામમાં નદી કિનારે બેસીને અસ્ત થતા સૂર્યને જોવો તમને એક અલગ જ અનુભવ કરાવશે.
ઓફબીટ ટૂરિસ્ટ પ્લેસ છે આ જગ્યા
કંવલા ગામ એક ઓફબીટ ટુરિસ્ટ પ્લેસ છે. આવા સંજોગોમાં અહીં ચોમાસામાં જ પ્રવાસીઓ જોવા મળે છે. ઉનાળામાં ગામનું તાપમાન 50 ડિગ્રીને આંબી જાય છે. અન્ય પ્રવાસન સ્થળોની જેમ અહીં ખાણીપીણીની દુકાનો ઓછી જોવા મળશે. જો તમે અહીં ફરવાનો પ્લાન બનાવી રહ્યા હો તો તમારી સાથે ખાણી-પીણીની ચીજવસ્તુઓ લઈ જવી પડશે.
કંવલા ગામ કેવી રીતે પહોંચશો?
કંવાલા ગામ સુધી પહોંચવાનો સૌથી સુવિધાજનક રસ્તો સડક માર્ગ છે. આ ગામ મંદસૌર જિલ્લા સાથે સડક માર્ગે જોડાયેલું છે. તમે મંદસૌર, રતલામ અથવા નીમચથી ટેક્સી દ્વારા અહીં પહોંચી શકો છો. જો તમારે ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો તમે મંદસૌર રેલવે જંક્શન પર ઉતરી શકો છો. અહીંથી તમે ટેક્સી દ્વારા કંવલા ગામ પહોંચી શકો છો.
આ પણ વાંચોઃ મધ્યપ્રદેશના આ હિલસ્ટેશન પર વરસાદમાં થશે સ્વર્ગ જેવો અહેસાસ, જરૂર કરો વિઝિટ