અદ્દભૂત કહો કે પાગલપન: અમરેલીમાં ખેડૂતે કારને આપી સમાધિ, ઢોલ-નગારા સાથે કાઢ્યું સરઘસ, જૂઓ વીડિયો
અમરેલી, ૮ નવેમ્બર, કોઈ સંતો-મહંતોને સમાધિ અપાય કે કોઈ વ્યક્તિ પાળેલા પ્રાણીને સમાધિ આપે, તેવી ઘટનાઓ તો રોજબરોજ બને છે પરંતુ ગુજરાતના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પાડરશીંગા ગામમાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ખેડૂતે પોતાની જૂની કારને સમાધિ આપીને સ્મારક બનાવ્યું છે. આ દરમિયાન વિધિ મુજબ પૂજા કરવામાં આવી હતી અને સમગ્ર ગામમાં ખૂબ જ ધામધૂમથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતોની હાજરીમાં ખાડો ખોદીને કારને દફનાવવામાં આવી હતી. અમરેલીના પાડરશીંગા ગામમાં સંજય પોલારાએ તેમની લકી કારને સંતો ની હાજરીમાં 1500 લોકોના જમણવારની સાથે કારને વિદાય આપી છે.
અમરેલી જિલ્લાના પાડરસિંગા ગામમાં અનોખી ઘટના સામે આવી છે. શું તમે ક્યારેય વિચાર્યું કે કોઈ નિર્જીવ વસ્તુની પણ સમાધિ હોય શકે? અમરેલીમાં આ ઘટના હકીકત બની છે. એક ખેડૂતે પોતાની જૂની કારને સમાધિ આપીને સ્મારક બનાવડાવ્યું છે. આ દરમિયાન વિધિ-વિધાનથી પૂજા-પાઠ કરવામાં આવ્યા હતા અને આખા ગામમાં ધામધૂમથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાધુ-સંતોની હાજરીમાં ખાડો ખોદીને કારને દફનાવવામાં આવી હતી. અમરેલીના લાઠી તાલુકાના પાદરશીંગા ગામમાં લોકો પૂરા ઉત્સાહ સાથે ઢોલ અને ડીજે વગાડી રહ્યા હતા. અહીં ખેડૂત સંજય પોલારાની જૂની કારને ફૂલોથી શણગારવામાં આવી હતી.
સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં કારને જમીનમાં દાટી દેવા સમગ્ર ગામ ઉમટી પડ્યું હતું. સંજય પોલારાએ વર્ષ 2013-14માં આ કાર ખરીદી હતી. ખેડૂત સંજય પોલારાનું માનવું છે કે આ ફોર-વ્હીલરને કારણે તેમનું જીવન આગળ વધ્યું છે, તેથી તેઓ પોતાનું વાહન વેચવાને બદલે તેને સમાધિમાં આપવા માંગતા હતા. પોતાની કારને લકી માનનારા ખેડૂત સૂરતમાં કંસ્ટ્રક્શનના બિઝનેસમાં જોડાયેલો છે. કાર આવ્યા બાદ તેનો મોભો વધ્યો હતો. સમાજમાં સારૂ નામ થયું હતું. ફૂલમાળાથી સજાવેલી કારને સમાધિ આપ્યા પહેલા અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. તે બાદ કારને સમાધિ આપનારા ખાડામાં ઉતારવામાં આવી હતી અને પછી બુલડોઝરથી કારની ઉપર માટી નાખવામાં આવી હતી.
ખેડૂતનું માનવું છે કે આ કાર આવ્યા બાદ તેના જીવનમાં સકારાત્મક બદલાવ આવ્યો છે, આ કારણે તેને વેચવાની જગ્યાએ ખેડૂત એક સમ્માનજનક વિદાય આપવા માંગતો હતો, તેની આ ભાવનામાં ગામના અન્ય લોકોએ પણ સાથ આપ્યો હતો અને આખો ગામમાં ઢોલ-નગારા અને ડીજેની ધુનો વચ્ચે સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજનમાં વિશેષ પૂજા માટે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને અંતિમ સંસ્કારની જેમ વિધિથી કારને જમીનમાં સમાધિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ખેડૂતના સંબંધી અને અન્ય લોકો અમદાવાદ,સુરત અને આસપાસના વિસ્તારમાંથી સામેલ થવા માટે પહોંચ્યા હતા. અમરેલીના પાડરસિંગા ગામની ગુજરાત જ નહીં પણ દેશભરમાં ચર્ચા થઇ રહી છે.
આ પણ વાંચો…છી, છી, છી કળિયુગમાં મા-દીકરાના સંબંધો લજવાયા, પુત્ર સાથે લગ્ન કરવા પતિથી લીધા છૂટાછેડા