વિદેશી નાગરિકોને છેતરતું કોલ સેન્ટર ઝડપાયું, 36ની ધરપકડ
- ફરીદાબાદમાં એક નકલી કોલ સેન્ટરનો થયો પર્દાફાશ
- કોલ સેન્ટરના કર્મચારીઓ વિદેશી નાગરિકોને નિશાન બનાવતા હતા
- પોલીસે છેતરપિંડી કેસમાં 36 આરોપીઓની ધરપકડ કરી
ફરીદાબાદ, 24 ડિસેમ્બર: ગામ હોય કે શહેર લોકો ક્યાંકને ક્યાંક તો કોઈને કોઈ રીતે છેતરાતાં જ હોય છે. હવે હરિયાણાના ફરીદાબાદમાં નકલી કોલ સેન્ટર ઊભું કરીને 36થી વધુ લોકો દ્વાર વિદેશી નાગરિકોને છેતરવા નકલી કોલ સેન્ટર ચલાવી રહ્યા હતા. પોલીસને માહિતી મળતાંની સાથે જ નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. પોલીસે છેતરપિંડીના કેસમાં 36 લોકોની ધરપકડ કરી છે. આ લોકો અમેરિકન બેંકના કર્મચારી હોવાનું કહી વિદેશી નાગરિકોને છેતરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ કોલ સેન્ટર સેક્ટર 31ના એક માર્કેટમાં ચાલતું હતું.
- પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર કોલ સેન્ટરમાં કામ કરતા આ લોકોએ પીડિતો પાસેથી ટેક્નિકલ સહાયના નામે મોટી રકમ વસૂલ કરી છે. પોલીસે જણાવ્યું કે, આ નકલી કોલ સેન્ટરમાંથી 7 મહિલાઓ સહિત 36 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો
અધિકારીઓએ જણાવ્યું કે પોલીસની એક ટીમે એક સૂચનાના આધારે નકલી કોલ સેન્ટર પર દરોડો પાડ્યો હતો. જેમાં ત્યાં કામ કરતા તમામ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ દિલ્હી, મણિપુર અને ફરીદાબાદના રહેવાસી છે.
સેક્ટર 31 પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, આ મામલે સેક્ટર 31 પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. જો કે હજુ સુધી આ કોલ સેન્ટર ચલાવનાર મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.
આ પણ વાંચો: મની લોન્ડરિંગ કેસમાં Vivo-Indiaના 3 ટોચના અધિકારીઓની ED દ્વારા ધરપકડ