ટ્રેન્ડિંગમનોરંજન

‘વિરાટ સામે અનુષ્કાને દીદી કહો’: અભિષેકે હોકી પ્લેયરને ટકોર કરી હતી, શું હતો મજેદાર કિસ્સો?

  • હાલમાં જ પ્રખ્યાત હોકી પ્લેયર પીઆર શ્રીજેશે વિરાટ-અનુષ્કા સાથે બનેલા એક મજેદાર કિસ્સા વિશે જણાવ્યું હતું, જેમાં બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન પણ સામેલ હતો

HD ન્યુઝ ડેસ્કઃ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બોલિવૂડના સૌથી સુંદર કપલમાં સામેલ છે. બંનેની ડેટિંગ લાઈફ રોમાંચક રહી છે. બંને મીડિયામાં એકબીજા વિશે વાત કરતા ન હતા, પરંતુ પોતાના પ્રેમને એકબીજા સાથે શેર કરવામાં કોઈ કસર પણ છોડતા ન હતા. વિરાટે અનુષ્કા સાથે મળીને અનેક સફળતાઓ મેળવી છે, બંને અનેક એનજીઓ સહિત બ્રાન્ડ્સ પણ ચલાવે છે. બંનેએ સાથે મળીને દેશની મોટી સ્પોર્ટ્સ પર્સનાલિટીઝને સન્માનિત કરવા માટે એક એવોર્ડ સેરેમનીની શરૂઆત પણ કરી, જે ઈન્ડિયન સ્પોર્ટ્સના નામે ઓળખાય છે.

વિરાટ-અનુષ્કા સાથે કરી હોકી પ્લેયરે મસ્તી

ઈવેન્ટમાં ઘણા મોટા સ્પોર્ટ્સ પ્લેયર્સ આવે છે. હાલમાં જ પ્રખ્યાત હોકી પ્લેયર પીઆર શ્રીજેશે વિરાટ-અનુષ્કા સાથે બનેલા એક મજેદાર કિસ્સા વિશે જણાવ્યું હતું, જેમાં બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન પણ સામેલ હતો. તે સમયે શ્રીજેશને એવોર્ડ મળ્યો હતો, જે તેને અભિષેક દ્વારા આપવામાં આવ્યો હતો. એવોર્ડ મેળવ્યા બાદ શ્રીજેશ વિરાટ-અનુષ્કાનો આભાર માની રહ્યો હતો, જેમાં તેણે સૌથી પહેલા અનુષ્કાને તેના નામથી બોલાવી હતી, પરંતુ બાદમાં તેણે તરત જ અનુષ્કા દીદી કહ્યું, જેના કારણે ત્યાં હાજર બધા હસવા લાગ્યા હતા.

'વિરાટ સામે અનુષ્કાને દીદી કહો': અભિષેકે હોકી પ્લેયરને ટકોર કરી હતી, શું હતો મજેદાર કિસ્સો? hum dekhenge news

શ્રીજેશે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘અભિષેક (બચ્ચન) સરે મને તેમ કરવા કહ્યું હતું. તે મારું નિવેદન ન હતું. મેં બંનેનો આભાર માન્યો, ત્યારે પાછળથી અભિષેક સર આવ્યા અને બોલ્યા, અનુષ્કા નહીં, અનુષ્કા દીદી કહો. પછી મેં મારી ભૂલ સુધારી. તે સમયે તેમણે મને કટ કર્યો હતો, તેઓ વિરાટ-અનુષ્કાની પ્રતિક્રિયા બતાવી રહ્યા હતા. પણ અભિષેક સરે મને શું કહ્યું તે ન દેખાડ્યું તો કોઈને ખબર ન પડી.

અનુષ્કા શર્મા લાંબા સમયથી મોટા પડદા પરથી ગાયબ

અભિનેત્રી અનુષ્કા શર્મા છેલ્લા છ વર્ષથી મોટા પડદાથી ગાયબ છે. તેની છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ વર્ષ 2018માં આવી હતી, જે ખાસ કમાલ કરી શકી નહોતી. આ દરમિયાન, તે નિર્માતા તરીકે ફિલ્મો સાથે જોડાયેલી હતી, પરંતુ અભિનયથી દૂર હતી, પરંતુ મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર બની રહેલી ફિલ્મ ‘ચક દે એક્સપ્રેસ’માં અનુષ્કા કામ કરી રહી હતી. જો કે તે ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી, પરંતુ કેટલાક કારણોસર ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી અને હજુ સુધી તેના પર કોઈ નોંધપાત્ર અપડેટ પ્રાપ્ત થયું નથી.

આ પણ વાંચોઃ ‘આર્યન બાળક નથી’ શાહરૂખ ખાન સાથેની ચેટ લીક ચર્ચા પર સમીર વાનખેડેનો જવાબ

આ પણ વાંચોઃ સ્ટાઈલિશ ગાઉનમાં નીતા અંબાણીની અદાઓ; કિલર લુક જોઈને લોકોના હોશ ઉડ્યા

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button