ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

OBC લિસ્ટ અંગે કલકત્તા હાઈકોર્ટનો નિર્ણય, જેપી નડ્ડાએ કહ્યું- ઇન્ડી ગઠબંધન વધારી રહ્યું છે તુષ્ટિકરણ

  • કલકત્તા હાઈકોર્ટનો OBC પ્રમાણપત્રને લઈને મોટો નિર્ણય
  • બંગાળમાં 2010થી જારી કરાયેલી OBC યાદીને રદ કરવાનો નિર્ણય
  • તુષ્ટિકરણને પ્રોત્સાહન આપતું ઇન્ડી ગઠબંધન- જેપી નડ્ડા

કલકત્તા, 23 મે: પશ્ચિમ બંગાળની કલકત્તા હાઈકોર્ટે OBC પ્રમાણપત્રને લઈને મોટો નિર્ણય લીધો છે. હકીકતમાં, તાજેતરમાં જ હાઈકોર્ટે બંગાળમાં 2010થી જારી કરાયેલી OBC યાદીને રદ કરી દીધી છે. કલકત્તા હાઈકોર્ટે કહ્યું કે હવે કોઈ નવા સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં. અહી જણાવવાનું કે આ લિસ્ટ દ્વારા નોકરી મેળવનારા લોકો પર તેની કોઈ અસર નહીં થાય. આ અંગે સતત ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે આ બંને નિર્ણયો દર્શાવે છે કે મમતા બેનર્જીની સરકાર ગેરબંધારણીય રીતે તુષ્ટિકરણની નીતિ અપનાવી રહી છે.

 

તુષ્ટિકરણને પ્રોત્સાહન આપતું ઇન્ડી ગઠબંધન

તેમણે કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચૂંટણીમાં ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં આ મુદ્દો ઉઠાવ્યો છે કે કેવી રીતે ઇન્ડી ગઠબંધનમાં, મમતા બેનર્જી, રાહુલ ગાંધી અને બાકીના તમામ જૂથ, આ અહંકારી ગઠબંધન હેઠળ, તુષ્ટિકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બંધારણમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે ધર્મના આધારે કોઈ અનામત આપવામાં આવશે નહીં. મમતા બેનર્જી બંધારણની રક્ષાના શપથ લઈને મુખ્યમંત્રી બન્યા છે અને બંધારણથી ઉપર કોઈ નથી.”

OBC અનામત ખતમ કરવા પર જેપી નડ્ડાએ શું કહ્યું?

જેપી નડ્ડાએ કહ્યું કે રાહુલ ગાંધી બંધારણની પુસ્તિકા લઈને ફરતા રહે છે. પરંતુ જ્યારે આવા મુદ્દાઓ પર હાઈકોર્ટનો નિર્ણય આવે અને મુસ્લિમ તુષ્ટિકરણનો પર્દાફાશ થાય ત્યારે તેઓ મૌન રહે છે. ભારતની જનતા આ ચૂંટણીમાં આવા લોકોને પાઠ ભણાવશે અને પશ્ચિમ બંગાળના લોકો મમતા બેનર્જીને પાઠ ભણાવશે. અહી જણાવવાનું કે બંગાળમાં ઓબીસી લિસ્ટ દ્વારા જે લોકોને નોકરી આપવામાં આવી છે તેમના પર તેની કોઈ અસર નહીં થાય. એટલે કે તેઓની નોકરી અકબંધ રહેશે. જસ્ટિસ તપોબ્રત ચક્રવર્તી અને જસ્ટિસ રાજશેખર મંથરની ડિવિઝન બેન્ચે બુધવારે આ નિર્ણય આપ્યો છે.

આ પણ વાંચો:  સુરતમાં મૌલાના કેસમાં વધુ એક ખુલાસો, પાકિસ્તાનની યુવતીઓએ યુવાનનું કરાવ્યું ધર્મપરિવર્તન

Back to top button