ટ્રેન્ડિંગનેશનલમીડિયા

હોસ્પિટલની તોડફોડ પર HCની કડક ટિપ્પણી, ‘સારું રહેશે કે હોસ્પિટલ બંધ કરી દો’

Text To Speech

કોલકત્તા- 16 ઓગસ્ટ : કોલકત્તાની આરજી કાર હોસ્પિટલમાં 14 ઓગસ્ટની રાત્રે થયેલી તોડફોડ પર કલકત્તા હાઈકોર્ટે કડક ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું છે કે આ ઘટના રાજ્યના તંત્રની સંપૂર્ણ નિષ્ફળતાની સાબિતી છે

કલકત્તા હાઈકોર્ટે કહ્યું કે હોસ્પિટલ બંધ કરીને દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવે તો સારું રહેશે. આ દરમિયાન કોર્ટમાં હાજર પશ્ચિમ બંગાળ સરકારના વકીલે કહ્યું કે પોલીસ ફોર્સ ત્યાં હાજર છે. તેના પર ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેંચે કહ્યું કે તે પોતાના લોકોની સુરક્ષા પણ કરી શકતા નથી. આ એક દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે. ડૉક્ટરો કેવી રીતે નિર્ભયતાથી કામ કરશે?

મુખ્ય ન્યાયાધીશે રાજ્ય સરકારને પૂછ્યું કે આ ઘટના પછી તમે શું પગલાં લઈ રહ્યા છો? સાવચેતી રૂપે કયા પગલાં લેવાયા? તેના પર સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ વિકાસ રંજન ભટ્ટાચાર્યએ કહ્યું કે સીબીઆઈ તપાસ માટે બપોરે 3 વાગ્યે સૂચના આપવામાં આવી હતી.

14 ઓગસ્ટની રાત્રે આરજી કાર હોસ્પિટલમાં તોડફોડના કેસની વિચારણા કરતી વખતે, હાઇકોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે અમે હોસ્પિટલમાં તોડફોડ પછી મળેલા ઈમેલને કારણે જ કેસને સુનાવણી માટે સૂચિબદ્ધ કર્યો છે. હાઈકોર્ટે આરજી કાર હોસ્પિટલમાં તોડફોડ અને પુરાવાનો નાશ કરવાના પ્રયાસો અંગે તપાસ અને કાર્યવાહી અંગે દાખલ કરેલી અરજીની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી.

આ પણ વાંચો : બહુચરાજી પાસે ટ્રેલર અને રિક્ષા વચ્ચે અકસ્માત, બાળકનું ઘટનાસ્થળે મૃત્યુ

Back to top button