ટોપ ન્યૂઝનેશનલ

કલકત્તા કાંડ : CBIએ પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની 13 કલાક પૂછપરછ કરી

Text To Speech
  • કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી કોલેજ આસપાસ કલમ 163 લગાડવામાં આવી

કલકત્તા, 18 ઓગસ્ટ : સીબીઆઈ કલકતાની આરજી કાર હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કેસની તપાસ કરી રહી છે. શનિવારે સીબીઆઈએ આ મામલે હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલની લગભગ 13 કલાક સુધી પૂછપરછ કરી હતી.

હુમલાને ધ્યાનમાં રાખી કલમ 163 લગાડવામાં આવી

મોડી રાત્રે ટોળા દ્વારા હોસ્પિટલ પરના હુમલાને ધ્યાનમાં રાખીને, પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હોસ્પિટલની આસપાસ બીએનએસની કલમ 163 લગાવી દીધી છે. કલકતા પોલીસે BNSS (ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, 2023)ની કલમ 163 (CrPC ની અગાઉની કલમ 144) હેઠળ 18.8.2024 થી સાત દિવસ માટે મેડિકલ કોલેજ અને હોસ્પિટલની આસપાસ કાયદો લાગુ કર્યો છે.

સંદીપ ઘોષની 13 કલાક પૂછપરછ

શનિવારે સીબીઆઈએ આરજી કાર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ.સંદીપ ઘોષની લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી. સંદીપ ઘોષ 13 કલાક બાદ સીબીઆઈ ઓફિસમાંથી બહાર આવ્યો હતો. સીબીઆઈએ હવે આરોપી સંજય રાયનો મનોવૈજ્ઞાનિક ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો છે. આ માટે દિલ્હીથી CFSL (સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમ શનિવારે કલકતા પહોંચી હતી. ટીમ આરોપી સંજય રોયની તપાસ કરશે.

આરોપી સંજય રાયની ધરપકડ કરાઈ

આ ટેસ્ટ દ્વારા સીબીઆઈની ટીમ આરોપી વિશે જાણવાનો પ્રયાસ કરશે અને તેની માનસિક સ્થિતિને સમજવાનો પ્રયાસ કરશે. કલકતા પોલીસે ઘટનાના બીજા દિવસે તૂટેલા હેડફોન અને સીસીટીવી પરથી આરોપીની ઓળખ કરી હતી અને ત્યારબાદ સંજય રાયની ધરપકડ કરી હતી. આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.

Back to top button