કેલ્શિયમની કમીથી થઇ શકે છે ગંભીર બિમારીઓઃ આ રીતે રહો હેલ્ધી
કેલ્શિયમ શરીર માટે ખુબ જ જરૂરી પોષક તત્વ છે. તે આપણા હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. એટલુ જ નહી હ્રદય અને શરીરની માંસપેશીઓ માટે પણ કેલ્શિયમ જરૂરી છે. કેલ્શિયમ શરીરમાં લોહીના ગઠ્ઠા થવા દેતુ નથી. સાથે સાથે તે શરીરના વિકાસમાં પણ મહત્ત્વની ભુમિકા ભજવે છે. શરીરમાં કેલ્શિયમની કમીના લીધે હાઇપોગ્લાઇસીમિયા, ઓસ્ટિયોપોરોસિસ અને એવી અનેક સમસ્યાઓ થઇ શકે છે.
કેલ્શિયમની કમીથી બ્લડ પ્રેશર, માંસપેશીઓ અને સાંધામા દુખાવો, નખ તુટી જવા, ડ્રાય સ્કીન જેવી તકલીફો થાય છે. શરીરમાં કેલ્શિયમની કમીથી હ્રદય રોગ અને સ્ટ્રોકની શક્યતાઓ વધી જાય છે. કેલ્શિયમની કમીને પુરી કરવા માટે ડાયેટમાં દુધ, દહીં, પનીર અને લીલા શાકભાજીની માત્રા વધારવી જોઇએ.
કેમ જરૂરી છે કેલ્શિયમ
વયસ્કોને રોજેરોજ કમસે કમ 1000 મિલીગ્રામ કેલ્શિયમનુ સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ઉંમર અને જેન્ડર પ્રમાણે તેની નિયમિત માત્રામાં થોડો બદલાવ થઇ શકે છે. મહિલાઓને પુરુષો કરતા વધુ કેલ્શિયમની જરૂર પડે છે. કેટલાક લોકોને દુધ પસંદ હોતુ નથી, જે કેલ્શિયમનો સૌથી મોટો સ્ત્રોત છે. તો તેના બદલે અન્ય ડેરી પ્રોડક્ટ્સ, ડ્રાયફ્રુટ્સ, લીલા શાકભાજી લઇ શકાય છે. જાણો અન્ય સ્ત્રોત વિશે.
ડ્રાય ફ્રુટ્સ
જો તમે કેલ્શિયમની નોન ડેરી પ્રોડક્ટ્સનુ સેવન કરવા ઇચ્છો છો તો તમે નટ્સને તમારા ડાયેટમાં સામેલ કરી શકો છો. તે કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. બદામમાં સૌથી વધુ કેલ્શિયમ હોય છે. એક કપ બદામમાં 385 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે. તે ફાઇબર અને ગુડ ફેટથી ભરપુર છે. તે મેગ્નેશિયમ, વિટામીન ઇ અને મેંગેનીઝનો પણ ભરપુર સ્ત્રોત છે.
લીલા પાંદડાવાળા શાકભાજી
કેલ્શિયમનો વધુ એક સારો સ્ત્રોત લીલા પાંદડાવાળા શાકભાજી જેમકે પાલક, કેળ, કોલાર્ડ ગ્રીન્સ, મેથી છે. કોલાર્ડ ગ્રીન્સના સેવનથી તમારો કેલ્શિયમ ઇનટેક 21 ટકા વધી શકે છે. આ બધા શાકભાજી કેલ્શિયમને સારી રીતે અવશોષિત કરવામાં મદદ કરે છે.
બીન્સ અને દાળ
બીન્સ અને દાળ ખુબ જ પૌષ્ટિક હોય છે. તેમાં ફાઇબર, કેલ્શિયમ પ્રોટીન, મેગ્નેશિયમ, ફોલેટ, ઝિંક અને પોટેશિયમ ભરપુર માત્રામાં હોય છે. તેમાં મળનારા પોષક તત્વો ડાઇજેશન બહેતર બનાવે છે. સાથે સાથે આપણા એનર્જી લેવલને પણ બુસ્ટ કરે છે.
સીડ્સ
સીડ્સ અનેક પોષકતત્વોથી ભરપુર હોય છે. તલ, ચિયા સીડ્સ, સનફ્લાવર સિડ્સ, ફ્લેક્સ સિડ્સ, પમ્પકીન સિડ્સમાં લગભગ તમામ પ્રકારના પોષકતત્વો મળી આવે છે.
આ પણ વાંચોઃ દાદા સાહેબ ફાળકે એવોર્ડઃ ‘કાશ્મીર ફાઇલ્સ’ Best film, ‘RRR’ film of the year