ઉત્તર ગુજરાતગુજરાત

આફતની આગાહી : જિલ્લામાં ખેડૂતો માટે માઠા સમાચાર, આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી

Text To Speech

પાલનપુર : બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહીને લઈ વહીવટ તંત્ર એલર્ટ બન્યું છે જેમાં કમોસમી વરસાદની આગાહીને લઇ જિલ્લાના ડિઝાસ્ટર વિભાગે પત્ર જાહેર કર્યો છે જિલ્લાના 05 અને 06 બે તારીખ દરમ્યાન કમોસમી વરસાદની અગાહી કરવામાં આવી છે જિલ્લાના માર્કેટયાર્ડ વિભાગ સહીત ખેડૂતોને સતર્ક રહેવા કરાઈ તાકીદ કરાઈ છે જોકે 05 મેં ના લગ્નની તારીખ હોવાથી લોકોને રંગમાં ભંગ પડે તેમ છે.

બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત આફતની આગાહી આપવામાં આવી છે. લગ્નોમાં પણ રંગમાં ભંગ પડે તેમ છે. જેમાં કમોસમી વરસાદની આગાહી બાબતે સાવચેતીના પગલાં લેવા હવામાન વિભાગ અમદાવાદ 04 મે 2023 ના ઈ-મેઈલ પત્રની વિગતે બનાસકાંઠા જિલ્લામાં 05 અને 06 એપ્રિલ 2023 ના રોજ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ તેમજ ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળીને અનાજ બગડી ન જાય તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ સબ સેન્ટરોમાં તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમ્યાન પલળી ન જાય તે પત્ર દ્વારા સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી છે.

આ પણ વાંચો : AMCમાંથી પગાર લઈ કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવનાર અધિકારીને કરાયો ઘરભેગો, ચાર્જશીટમા થયા મોટા ખુલાસા

Back to top button