કોરોના મહામારી દરમ્યાન PPE કિટ ખરીદવામાં મોટું કૌભાંડ, CAG રિપોર્ટમાં આ રાજ્યને લઈ મોટો ખુલાસો


તિરુવનંતપુરમ, 22 જાન્યુઆરી 2025: કોરોના મહામારી દરમ્યાન વેક્સિન સાથે PPE કિટે પણ લોકોના જીવ બચાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. હવે કેરલમાં PPE કિટને લઈને હોબાળો થઈ ગયો છે. હકીકતમાં જોઈએ તો, ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક એટલે કે CAGએ મંગળવારે કેરલમાં PPE કિટ ખરીદવામાં મોટા કૌભાંડને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે, રાજ્યમાં મહામારી દરમ્યાન મુખ્યમંત્રી પિનારાઈ વિજયનના નેતૃત્વવાળી સરકારે PPE કિટ ખરીદવામાં અનિયમિતતા વર્તી અને કરોડોનું કૌભાંડ પણ થયું છે. તે બાદ વિપક્ષી પાર્ટીના ટાર્ગેટ પર સરકાર આવી ગઈ છે.
CAG રિપોર્ટના જણાવ્યા અનુસાર, PPE કિટ ખરીદવામાં વધારાના 10.23 કરોડ ખર્ચમાં આવ્યા. રિપોર્ટમાં આરોપ લગાવતા જણાવ્યું છે કે, સૈફ ફાર્મા નામની કંપનીને ફાયદો પહોંચાડવાની કોશિશ કરી. આરોપ છે કે, આ કંપની સૌથી ઊંચા ભાવે કિટ વેચી રહી હતી, તેમ છતાં પણ કંપનીને આ કોન્ટ્રાક્ટ આપ્યો અને ફર્મને પહેલાથી જ 100 ટકા રકમ ચુકવી દેવામાં આવી.
અહીં ઉલ્લેખનિય છે કે, માર્ચ 2020માં સત્તાધારી એલડીએફ સરકારે કોવિડ 19 મહામારી દરમ્યાન PPE કિટ, એન95 માસ્ક અને આ પ્રકારની અન્ય વસ્તુઓ ખરીદવા માટે કેરલ મેડિકલ સર્વિસિઝ કોર્પોરેશન લિમિટેડની વિશેષ મંજૂરી લીધી હતી.
આ પણ વાંચો: ભગવાન યોગીજીને લાંબુ આયુષ્ય આપે, મહાકુંભની વ્યવસ્થા જોઈ સુધા મૂર્તિ ગદગદ થયાં