- માર્ચ 2023માં બનેલી ઘટના મામલે રાજીવ મોદી સામે ફરિયાદ કરાઈ હતી
- સોલા પોલીસે IPCની કલમ 376, 354 અને 506(2) મુજબનો ગુનો નોંધ્યો છે
- રાજીવ મોદી ઉપરાંત જોહન્સન મેથ્યુ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ હતી
બલગેરિયન યુવતીએ નોંધાવેલ દુષ્કર્મ વીથ સેક્સટોર્સન કેસમાં આજે વહેલી સવારથી સોલા પોલીસ દ્વારા કેડીલા ગ્રુપના રાજીવ મોદીને પોલીસ સ્ટેશન બોલાવીને નિવેદન નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં બલગેરિયન યુવતીએ નોંધાવેલ દુષ્કર્મ કેસમાં પ્રથમ વખત કેડીલાના રાજીવ મોદી સામે આવ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદી સંમેલનને સંબોધશે, જાણો શું છે કાર્યક્રમ
જાણો સમગ્ર મામલો શું હતો
અમદાવાદની જાણીતી ફાર્મા કંપની કેડિલાના ચીફ મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. રાજીવ મોદી સામે ખુદ તેમની પર્સનલ આસીસ્ટન્ટ તરીકે કામ કરતી મૂળ બલ્ગેરિયાની યુવતીએ જાતીય સતામણી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી હતી. ત્યારબાદ હાઈકોર્ટના આદેશ બાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો.
આ પણ વાંચો: ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત, સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી કરાશે
માર્ચ 2023માં બનેલી ઘટના મામલે રાજીવ મોદી સામે ફરિયાદ કરાઈ હતી
માર્ચ 2023માં બનેલી ઘટના મામલે રાજીવ મોદી સામે ફરિયાદ કરાઈ હતી. સોલા પોલીસે IPCની કલમ 376, 354 અને 506(2) મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મહત્વનું છે કે, રાજીવ મોદી ઉપરાંત જોહન્સન મેથ્યુ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ હતી. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, છારોડી કેડિલા ફાર્મ હાઉસમાં 22 ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી શારીરિક દુષ્કર્મ આચર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, કેડિલાના સીએમડી રાજીવ મોદી સામેની ફરિયાદ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો હતો. પીડિત મહિલાની તરફેણમાં જસ્ટીસ એચ.ડી. સુધારે ચુકાદો આપતા જસ્ટીસે ડીઆઈજી કક્ષાના અધિકારીને કેસની તપાસ કરવા આદેશ આપ્યા હતા. જે પોલીસ અધિકારી સામે આક્ષેપ કર્યા તે અંગે તપાસ કરવા આદેશ અપાયા હતા.