ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ડેરી મિલ્ક ચોકલેટમાંથી જીવતી ઈયળ મળી આવી, VIDEO વાયરલ થતા કેડબરીએ આપવો પડ્યો જવાબ

હૈદરાબાદ (તેલંગાણા), 11 ફેબ્રુઆરી: ચોકલેટ ઘણા લોકોને ફેવરિટ હોય છે. પરંતુ એક શખ્સને ડેરી મિલ્ક ચોકલેટ ખરીદવી મોંઘી પડી ગઈ. ચોકલેટનું રેપર ખોલતા જ તેમાંથી એક  જીવતી ઈયળ મળી આવી. જે બાદ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો કેડબરીની આવી ગંભીર બેદરકારી બદલ ટ્રોલ કરી રહ્યા છે. આ કિસ્સો હૈદરાબાદનો છે. એક શખ્સે 45 રૂપિયાની કેડબરી ડેરી મિલ્ક ચોકલેટ ખરીદી હતી. જ્યારે તેણે ચોકલેટનું રેપર ખોલ્યું તો ઈયળ ચાલતી હતી. યુવકે કેડબરીનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. ત્યારબાદ કેડબરી કંપનીએ પ્રતિક્રિયા આપવી પડી હતી.

શખ્સે ઇન્ટરનેટ પર વીડિયો અપલોડ કર્યો

ચોકલેટમાં જીવતી ઈયળ મળી આવતા શખ્સે ચોકલેટનો વીડિયો બનાવીને X પર શેર કર્યો હતો. આ સાથે તેણે જે દુકાનમાંથી ડેરી મિલ્ક ચોકલેટ ખરીદી હતી તેના બિલનો ફોટો પણ શેર કર્યો હતો. પોસ્ટ શેર કરતી વખતે, વ્યક્તિએ કેપ્શનમાં લખ્યું – આજે રત્નદીપ મેટ્રો અમીરપેટ ખાતે ખરીદેલી કેડબરી ચોકલેટમાંથી એક જીવતી ઈયળ મળી આવી છે. શું આ પ્રોડક્ટની ક્વોલિટી માટે ટેસ્ટ કરવામાં આવે છે? જાહેર આરોગ્યના જોખમ માટે કોણ જવાબદાર છે? આ વીડિયો 9 ફેબ્રુઆરીએ અપલોડ કરવામાં આવ્યો હતો. જે બાદ વીડિયો  સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

લોકોએ કંપની સામે કેસ કરવાની સલાહ આપી

આ પોસ્ટ વાયરલ થયા બાદ લોકોએ કોમેન્ટ કરીને રોબિન ઝેકસને કેડબરીના અધિકારીઓ સામે કડક પગલાં લેવાનું કહ્યું હતું. એક યુઝરે લખ્યું કે, કેડબરી ટીમને ફરિયાદ કરો, તેઓ સેમ્પલ લેવા અને ટેસ્ટ કરવા આવશે. બીજાએ કહ્યું, કંપની સામે વળતરો દાવો કરો. જ્યારે, ત્રીજા યુઝરે લખ્યું – કોઈ સારા વકીલની સલાહ લો અને યોગ્ય કોર્ટમાં કેસ દાખલ કરો, તમે વધુ વળતર મેળવી શકો છો.

કેડબરીએ આપવી પડી પ્રતિક્રિયા

બૃહદ હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ આ બનાવ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે, સંબંધિત ફૂડ સેફ્ટી ટીમ @AFCGHMC આ મુદ્દા પર એલર્ટ થઈ ગઈ છે અને શક્ય તેટલી વહેલી તકે તેનો ઉકેલ લાવવામાં આવશે.

બીજી તરફ કેડબરી ડેરી મિલ્કે પણ જવાબ આપ્યો પડ્યો હતો. કંપનીએ રોબિન ઝેકસને ચોકલેટ ખરીદવા અંગેની વધુ માહિતી માંગી છે અને કહ્યું કે, નમસ્તે, મોન્ડેલેઝ ઈન્ડિયા ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડ ઉચ્ચ ગુણવત્તાના ધોરણો જાળવવા માટે તમામ પ્રયાસો કરે છે, અમને એ જાણીને દુ:ખ થયું કે તમારે આવો અનુભવનો સામનો કરવા પડ્યો. આ ઉપરાંત કંપનીએ mdlzindia.com પર શખ્સનું નામ, એડ્રેસ, ફોન નંબર અને ખરીદીની વિગત મોકલવા જણાવ્યું હતું.

આ પણ વાંચો: વંદે ભારત ટ્રેનના ભોજનમાંથી મૃત વંદો મળ્યો, IRCTC હરકતમાં આવ્યું

Back to top button