- તહેવારોને ધ્યાને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે
- જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
- વાહન નંબર, વાહન માલિકનું નામ, પોલીસ કંટ્રોલ રૂમનાં નંબર ફરજીયાત લખવો
તહેવારોને ધ્યાને લેતા અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં નવરાત્રી, દિવાળીનાં તહેવાર તેમજ તાજેતરમાં બનેલ ઘટનાઓને ધ્યાને રાખી અમદાવાદ શહેરમાં ફરતા રીક્ષા/કેબ/ ટેક્ષીનાં માલિકો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાત: રેલવે અને બસની જેમ હવે એરપોર્ટની પણ મુસાફરી સલામત રહી નથી
કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
તાજેતરમાં રીક્ષા/કેબ/ ટેક્ષીમાં મુસાફરી કરતા નાગરીકો સાથે છેંતરપીંડી, ખીસ્સા કાતરવા, મોબાઈલ ચોરી અન્ય કિંમતી સામાનની ચોરી, ચીલઝડપ, લૂંટ, ધાડ, મહિલાઓ, બાળકોની છેડતી અને અપહરણ જેવા ગંભીર પ્રકારનાં બનાવો બન્યા હતા. ત્યારે બનાવમાં નાગરીકો રીક્ષા/કેબ/ ટેક્ષીનાં નંબર જાણતા ન હોવાથી ગુનાઓ વણશોધાયેલ રહે છે. જેને લઈ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગાંધીનગર શહેર સહિત જિલ્લામાં મેઘની ખેંચતાણ, જાણો સિઝનનો કેટલો વરસાદ નોંધાયો
જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ 188 મુજબ કાર્યવાહી થશે
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા તહેવારોને ધ્યાને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં શહેરમાં ફરતા ઓટો રીક્ષા, કેબ તેમજ ટેક્સીમાં ફરજીયાત પેસેન્જર વાહનોમાં વાહન નંબર, વાહન માલિકનું નામ, પોલીસ કંટ્રોલ રૂમનાં નંબર ફરજીયાત લખવા પડશે. તાજેતરમાં સોલા વિસ્તારમાં રાત્રી દરમ્યાન ટેક્ષીમાં મુસાફરી કરી રહેલ રાહદારીને ધમકાવી લૂંટી લેવાનાં બનાવમાં 2 ટ્રાફિક પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા છે. જ્યારે એક ટીઆરબી જવાનને બરતરફ કરાયો છે. રીક્ષા/કેબ/ ટેક્ષીનાં માલિકે વાહનમાં પેસેન્જરની બેસવાની જગ્યાએ સ્પષ્ટ દેખાય તે રીતે વાહન ચાલકની સીટનાં પાછળ લખવું ફરજીયાત છે. જે રીક્ષા/કેબ/ ટેક્ષીમાં સીટનાં માલિકો દ્વારા જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તેની સામે ભારતીય ફોજદારી કલમ 188 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.