તુર્કીમાં કેબલ કાર અકસ્માતમાં 174 લોકો હવામાં લટક્યા, મદદ માટે 10 હેલિકોપ્ટર તૈનાત
- તુર્કીના એક ઊંચા પહાડ પર થયો કેબલ કાર અકસ્માત
- અકસ્માતનમાં 174 લોકોના જીવ તાળવે ચોટ્યા, 1નું મૃત્યુ
- 24 કલાક બચાવ કામગીરી બાદ હવામાં લટકેલા લોકોને સુરક્ષિત નીચે ઉતાર્યા
ઈસ્તાંબુલ, 14 એપ્રિલ: તુર્કીના એક પહાડ પર કેબલ કાર અકસ્માતમાં 174 લોકોનો જીવ જોખમમાં મુકાયો હતો. અકસ્માત બાદ બધા લાંબા સમય સુધી હવામાં લટકતા રહ્યા હતા. માહિતી મળતાની સાથે જ તુર્કીના અધિકારીઓ ખડેપગ થઈ ગયા હતા અને હવામાં લટકતા લોકોને શનિવારે હેલિકોપ્ટર અને હાઈ ક્રેનની મદદથી સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા હતા. આ ઘટના ગત (12 એપ્રિલ) શુક્રવારે બની હતી. કેબલ કારની એક ટ્રોલી થાંભલા સાથે અથડાઈ હતી અને તૂટી ગઈ હતી, જેના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય સાત ઘાયલ થયા હતા.
ગૃહ પ્રધાન અલી યર્લિકાયાએ શનિવારે બપોરે બચાવ કામગીરી સફળ રીતે પૂર્ણ થવાની જાહેરાત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ બચાવ અભિયાનમાં 607 સર્ચ અને રેસ્ક્યુ કર્મચારીઓ અને 10 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર તુર્કીની ઇમરજન્સી રિસ્પોન્સ એજન્સી એએફએડી, કોસ્ટ ગાર્ડ ટીમ, ફાયર બ્રિગેડ અને દેશના વિવિધ ભાગોમાંથી પર્વત બચાવ ટીમો પણ આ ઓપરેશનમાં સામેલ હતી. આ દુર્ઘટના શુક્રવારે (12 એપ્રિલ) સાંજે લગભગ 5:30 વાગ્યે અંતાલ્યા શહેરની બહાર તુનકટેપ કેબલ કારમાં બની હતી.
10 હેલિકોપ્ટરની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી
કેબલ કારમાં સવાર લોકોને 10 હેલિકોપ્ટરની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા. કેટલાય કલાકોની બચાવ કામગીરી બાદ હવામાં લટકેલા લોકોને નીચે ઉતારવામાં આવ્યા હતા. એક સમાચાર એજન્સીના સમાચાર અનુસાર આ અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિની ઓળખ 54 વર્ષીય તુર્કીના નાગરિક તરીકે થઈ છે. સમાચાર મુજબ ઘાયલોમાં છ તુર્કી અને એક કિર્ગીઝ નાગરિકનો સમાવેશ થાય છે. જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. તેઓને કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.
Dozens of people were trapped midair for 23 hours after a cable car accident in Turkey’s resort city of Antalya.
One cable plummeted into a rocky area, killing one person and injuring others. pic.twitter.com/svKSOU7I7L
— DW News (@dwnews) April 13, 2024
આ પણ વાંચો: Braking News: છેવટે ઈરાને ઈઝરાયેલ ઉપર શરૂ કર્યા હુમલા, સેંકડો ડ્રોન અને ક્રુઝ મિસાઈલથી હુમલો