અનિવાર્ય સંજોગોના કારણે કેબિનેટ પ્રેસ બ્રિફિંગ મોકૂફ


ગુજરાતમાં સવારના રોજ મળેલી કેબિનેટની બેઠક યોજાઈ હતી જે બાદ હીરાબાની તબિયતને લઈને અનિવાર્ય સંજોગોના કારણે આજે 4.00 કલાકે યોજાનાર કેબિનેટ પ્રેસ બ્રિફિંગ મોકૂફ રાખવામાં આવી છે. સવારે યોજાયેલ કેબિનેટની બેઠક બાદ હવે કેબિનેટ પ્રેસ બ્રિફિંગ પણ મોકૂફ રાખવામાં આવી છે.
આ પણ વાંચો : પીએમ મોદીના માતા હીરાબાની તબીયતને લઈને રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ, કહ્યું….
PM મોદીના માતા હીરાબાની તબિયત અમદાવાદની હોસ્પિટલમાં કરાયા દાખલ કરાયા હતા. ત્યારે હિરાબાની તબિયત સુધારા પર હોવાની યુએન મહેતા દ્વારા સત્તાવાર જાહેરાત કરાય છે. ત્યારે હિરાબાના તબીયતને લઈને સમાચાર સામે આવતા પીએમ મોદી અમદાવાદ આવી ગયા. તેમજ ગુજરાતના સીએમ પણ પ્રવાસમાં હતા જેઓ પણ અમદાવાદ ખાતે આવી ગયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાની અચાનક તબિયત ખરાબ થઈ હતી ત્યારે કયા કારણે તબીયત લથડી હોવાની કોઈ માહિતી સામે આવી ન હતી. પણ હાલ યુએન મહેતા હોસ્પિટલ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે હિરાબાની તબીયત હાલ સુધારા પણ છે.અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે માતાની તબીયત ખરાબ થતાના સમાચાર સાંભળતા જ પીએમ મોદી બપોરના સમયે અમદાવાદ ખાતે આવી રહ્યા છે.