ઉત્તર ગુજરાતગુજરાતમધ્ય ગુજરાત

પાટણ : કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતનાં હસ્તે ડીંડરોલ ગામે પાણીની ઊંચી ટાંકીનું લોકાર્પણ કરાયું

Text To Speech

પાટણ 14 જુલાઈ 2024 : પાટણ જિલ્લાનાં સિદ્ધપુર તાલુકામાં આવેલ ડીંડરોલ ગામે પાણીની ઊંચી ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ ટાંકીમાં લોકફાળાનાં દાતા ડીંડરોલ ગ્રામ પંચાયતનાં ગમાનભાઇ વિરાભાઈ રાઠોડ દ્વારા અનુદાન આપવામા આવ્યું હતુ.

 

પાણીની જરૂરિયાત હોવાથી ઊંચી ટાંકીનું નિર્માણ

‘આશાબા વારિગૃહ’ નામક આ ઊંચી ટાંકીનું નિર્માણ ગુજરાત સરકારની ખાસ અંગભૂત યોજના હેઠળ કરવામા આવ્યું છે. ગામનાં અનુસૂચિત જાતિ વિસ્તારમાં પાણીની ટાંકીની જરૂરિયાત હોતા આ ઊંચી ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ગામનાં લોકોની મદદ માટે હુ હંમેશા તૈયાર છુ: બલવંતસિંહ

પાણીની ટાંકીનાં લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્ર બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે ગામમાં લોકોને સરકારી યોજનાનો લાભ કઇ રીતે મળે તેની ચિંતા ગામનાં આગેવાનો હરહંમેશ કરે છે. ગામમાં પીવાના પાણીથી માંડીને અન્ય બાબતો માટે ગામનાં દાતાઓ દ્વારા હંમેશા સહકાર મળે છે. આ બાબતને હુ બિરદાવું છુ. આજના દિવસે મારે ડૉ. બાબાસાહેબ આંબેડકરને પણ યાદ કરવા છે. આઝાદીનાં આ અમૃતકાળમાં આપણો દેશ વિશ્વગુરૂ બનવા જઈ રહ્યો છે ત્યારે એમા સૌથી મોટો ફાળો બાબાસાહેબ આંબેડકરનો છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતુ કે આપ સૌના આશીર્વાદથી આગળ પણ વિકાસનાં કાર્યો થતા રહેશે. ગામનાં લોકોની મદદ માટે હુ હંમેશા તૈયાર છુ.

આ પણ વાંચો : પાલનપુર કલેક્ટર કચેરીમાં સમિક્ષા બેઠકઃ મંજૂર કામો સમયસર પૂર્ણ કરવા પ્રભારી મંત્રીની તાકીદ

Back to top button