કેબિનેટમંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે સિદ્ધપુરથી GSRTCની નવી બસોનું ફ્લેગ ઑફ

સિદ્ધપુર, 01 ઓગસ્ટ, 2025ઃ Balwantsinh Rajput flags off new GSRTC buses સિદ્ધપુરથી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા ત્રણ નવી બસોનું આજે પહેલી ઓગસ્ટને શુક્રવારે માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ફ્લેગ ઑફ કરીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સિદ્ધપુરથી માતાનોમઢ, ભુજ અને સંતરામપુર સુધીના પહેલાંથી ચાલી રહેલા રૂટ પર હવે નવી અને આધુનિક બસો ચાલશે, જેના કારણે મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળશે. ખાસ કરીને જે મુસાફરો રોજિંદા ધંધા-રોજગાર, અભ્યાસ કે દર્શનાર્થે આ શહેરો તરફ જવા ઈચ્છે છે, તેમના માટે આ નવી બસો વધુ ઉપયોગી સાબિત થશે.
માલેગાંવ બ્લાસ્ટ કેસ: …તો મોહન ભાગવતની ધરપકડ થઈ હોત, પણ ભગવો આતંકવાદ નહોતો… કોણે કર્યો આ દાવો?
આ નવી બસો સાથે હવે મુસાફરી વધુ આરામદાયક, સમય બચાવનારી અને ભરોસાપાત્ર બનશે. ગામડાં અને નાનાં શહેરોના લોકોને મોટા શહેરો સાથે જોડતી આ સેવા પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ તથા વેપારીઓ માટે વધુ સરળતા લાવશે. માતાનોમઢ જેવા ધાર્મિક સ્થળો, ભુજ જેવા પ્રવાસન કેન્દ્રો અને સંતરામપુર જેવા વ્યાવસાયિક સ્થળો સુધી હવે વધુ સજ્જ બસોમાં મુસાફરી કરી શકાશે.

આ પ્રસંગે રમેશભાઈ સિંધવ, લવિંગજી ઠાકોર, નંદાજી ઠાકોર, શ્રીમતી હેતલબેન ઠાકોર, અશોકભાઈ ચૌધરી, શ્રીમતી અનિતાબેન પટેલ, જિલ્લાના હોદ્દેદારો, શહેર અને તાલુકાના આગેવાનો, એસ.ટી. નિગમના અધિકારીઓ, નગરપાલિકાના કોર્પોરેટરો, તાલુકાના સદસ્યો, વરિષ્ઠ આગેવાનો તથા અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD












