ઉત્તર ગુજરાતગુજરાત

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સિદ્ધપુર ખાતે ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા

Text To Speech

સિદ્ધપુર, 28 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, તાજેતરમાં પાંચમી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવા માટેનું આહવાન કર્યું હતું. દેશવ્યાપી અભિયાન અંતર્ગત સિદ્ધપુરના ગોકુલ પરિસર ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે વૃક્ષારોપણ કર્યું હતું.

 

કેબિનેટ મંત્રીએ એક છોડના બદલે પાંચ છોડ વાવ્યા હતા. (૧) એક છોડ તેમણે તેમના માતૃશ્રી પ.પૂ.બા.શ્રી હંસાબાને સમર્પિત, (૨) એક છોડ જીવસૃષ્ટિને પોષણ આપનાર ધરતીમાતાને સમર્પિત, (૩) એક છોડ જીવસૃષ્ટિને સંતૃપ્ત કરનાર નદી માતાને સમર્પિત, (૪) એક છોડ માનવીને પોષનાર ગૌ માતાને સમર્પિત, (૫) એક છોડ માતૃભૂમિ – ભારતમાતાને સમર્પિત.

આ પ્રસંગે ઉપસ્થિત અનિતાબેન પટેલ, દશરથભાઈ પટેલ, જશુભાઈ પટેલ, વિક્રમસિંહ ઠાકોર, સુષ્માબેન રાવલ, ભરતભાઈ મોદી, કમલેશભાઈ પટેલ, સરોજબેન મોદી, શૈલેષભાઈ પંચોલી, સુરપાલસિહ રાજપૂત એમ સર્વને વૃક્ષારોપણ કરી અભિયાનને આગળ ધપાવવા અને “હરિયાળું સિદ્ધપુર” બનાવવા અપીલ કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદઃ “એક પેડ માઁ કે નામ” કાર્યક્રમ અંતર્ગત મેયર પ્રતિભા જૈન અને ધારાસભ્ય અમિત શાહ હાજર રહી વૃક્ષારોપણ કર્યું

Back to top button