ગાંધીનગર ખાતે CMની અધ્યક્ષતામાં આજે યોજાશે કેબિનેટ બેઠક, નુકસાનીના વળતર સહિતના મુદ્દાઓ પર કરાશે ચર્ચા
- CMની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટની બેઠક.
- વરસાદથી થયેલા નુકસાનની કરાશે ચર્ચા.
આજે ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. જેમાં રાજ્યમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનીના વળતર અંગે ચર્ચા કરવામાં આવશે. જોકે કેબિનેટ બેઠક બુધવારના યોજાવાની હતી પરંતુ બુધવારે આદિવાસી દિવસ હોવાથી એક દિવસ પહેલા કેબિનેટ બેઠક આજે યોજાશે.
આવતી કાલે 9 ઓગસ્ટે “વિશ્વ આદિવાસી દિવસ”
- રાજ્યના ૧૪ જિલ્લામાં આદિવાસી દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન
આદિવાસી સમાજની ગૌરવવંતી સંસ્કૃતિ ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા તેમજ તેમની પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવા પ્રતિવર્ષ તા. ૯મી ઓગષ્ટને “વિશ્વ આદિવાસી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં આદિજાતિ વસતી ધરાવતા ૧૪ જિલ્લાના વિવિધ સ્થળો ખાતે મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારના મંત્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
CM ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર:
વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ગુણસરા ગામ ખાતે કરવામાં આવશે. રાજ્યકક્ષાની ઉજવણીમાં આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડીંડોર અને રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિની પણ પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
આ પણ વાંચો: લોકસભામાં આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા, રાહુલ ગાંધી રહેશે હાજર