ગુજરાત

કાંકરિયા કાર્નિવલ અને કાઈટ ફેસ્ટિવલ સહિતના કાર્યક્રમો પર કરાશે ચર્ચા

સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં ટેકાના ભાવે ખરીદી, ખાતરની અછત અને કૃષિ રાહત પેકેજ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવશે. આ ઉપરાંત આગામી વાઈબ્રન્ટ રિઝનલ સમિટને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવશે. અમદાવાદમાં ક્ષતિગ્રસ્ત થયેલા સુભાષ બ્રિજને લઈને પણ શહેરી વિકાસ વિભાગ સરકારને રિપોર્ટ સોંપશે.

આ કેબિનેટની બેઠકમાં ટેકાના ભાવે થઈ રહેલી પાકની ખરીદી, ખાતરની અછત અને કૃષિ રાહત પેકેજ અંગે સમીક્ષા હાથ ધરાશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને ચર્ચાઓ કરાશે. તે ઉપરાંત અમદાવાદના ક્ષતિગ્રસ્ત થયેલા સુભાષબ્રિજનો રિપોર્ટ શહેરી વિકાસ વિભાગ સરકારને સોંપશે. રાજ્ય સરકાર આગામી સમયમાં યોજાનાર કચ્છ અને સૌરાષ્ટ્રની રિજનલ કોન્ફરન્સ અંગે પણ સમીક્ષા કરશે.

અમદાવાદમાં યોજાનાર કાંકરિયા કાર્નિવલ અને કાઈટ ફેસ્ટિવલ સહિતના કાર્યક્રમો અંગે પણ કેબિનેટની બેઠકમાં ચર્ચાઓ કરાશે. રાજ્યમાં આગામી આયોજન અને નીતિના વિષયો અંગે પણ ચર્ચાઓ કરાશે. વડાપ્રધાન મોદી આગામી 10મી જાન્યુઆરીએ ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતાઓ છે. તેઓ રાજકોટમાં રિજિયોનલ વાયબ્રન્ટ સમિટની શરૂઆત કરાવી શકે છે. રાજકોટમાં પીએમ મોદીનો રોડ શો થાય તેવી પણ શક્યતાઓ છે.

Back to top button