ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત સરકારની કેબિનેટ બેઠક આજે મળશે, રખડતા ઢોર, પાક નુકસાની સર્વે બાબતે થશે ચર્ચા

Text To Speech

ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાશે. જેમાં રખડતા ઢોર, પાક નુકસાની સર્વે, વરસાદને લીધે રોડરસ્તાનું ધોવાણ, લમ્પી વાયરસનો કેર સહિત અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

14મી વિધાનસભાનું અંતિમ સત્ર સપ્ટેમ્બરમાં મળી શકે છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળનારી બેઠક ચોમાસું સત્રના આયોજન માટે ખાસ યોજાશે. 14મી વિધાનસભાનું અંતિમ સત્ર સપ્ટેમ્બરમાં મળી શકે છે. 22 અને 23 સપ્ટેમ્બરે 2 દિવસનું ટૂંકુ સત્ર મળી શકે છે. જેના આયોજનને પગલે આજે કેબિનેટ બેઠક મળનારી છે. સાથે રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે, પાક નુકસાની સર્વે વિશે, લીલા દુષ્કાળ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. તેમજ વરસાદની સ્થિતિ વિશે, ભારે વરસાદને લીધે તૂટેલા રોડ રિપેરિંગની કામગીરી અને જળાશયોની સ્થિતિ વિશે ચર્ચા કરવામાં આવશે અને અંતમાં રાજ્યમાં લમ્પી વાયરસના કહેર અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

Back to top button