2025ની સૌથી મોટી ફિલ્મ બની છાવા, બોક્સ ઓફિસ પર તોફાની કમાણી


- છાવા 2025ની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. 40 દિવસ પછી પણ તેણે કરોડો રૂપિયાની કમાણી કરી છે અને ઘણી મોટી ફિલ્મો સાથે સ્પર્ધા કરી છે
HD ન્યુઝ ડેસ્કઃ હિસ્ટોરિકલ-ડ્રામા ફિલ્મ ‘છાવા‘ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. 14 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ શરૂઆતના દિવસથી જ ભારત અને વિદેશમાં બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. વિકી કૌશલ સ્ટારર આ ફિલ્મ રિલીઝ થયાના 40 દિવસ પછી પણ બોક્સ ઓફિસ પર કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. તેના કલેક્શનની ગતિ ઝડપથી વધી રહી છે અને હવે તે 2025ની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. 40 દિવસ પછી પણ તેણે કરોડો રૂપિયાની કમાણી કરી છે અને અગાઉની ઘણી મોટી ફિલ્મોના કલેક્શન સાથે સ્પર્ધા કરી છે.
અભિનેતા વિકી કૌશલે ‘છાવા’માં છત્રપતિ સંભાજી મહારાજની શક્તિશાળી ભૂમિકા ભજવીને ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. જ્યારે અક્ષય ખન્નાએ ઔરંગઝેબની ભૂમિકાથી દેશને હચમચાવી નાખ્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસની રાજા બની રહી છે જેણે બહાદુર સંભાજી મહારાજના જીવનને પડદા પર જીવંત કર્યું છે. હવે 40 દિવસ પછી, તેણે કરોડો રૂપિયાની કમાણી કરીને ઘણી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. રિપોર્ટ મુજબ ‘છાવા’ એ તેની રિલીઝના 40મા દિવસે 1.50 કરોડની કમાણી કરી છે. 40 દિવસ પછી, ‘છાવા’ની કુલ કમાણી હવે 586.35 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
અનેક ફિલ્મોના રેકોર્ડ તોડ્યા
‘છાવા’નું દિગ્દર્શન લક્ષ્મણ ઉતેકરે કર્યું છે. આ ફિલ્મે અત્યાર સુધી ‘એનિમલ’, ‘પઠાણ’, ‘ગદર 2’ જેવી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. ગયા વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મ ‘સ્ત્રી 2’ હજુ પણ નંબર વન પર છે અને ‘છાવા’ તેનો રેકોર્ડ તોડવાથી માત્ર થોડા જ અંતરે છે. આ દરમિયાન 2025ની ઈદ પર, સલમાન ખાન તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સિકંદર’ લઈને આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ કામરા વધુ બેફામ થયો, હવે નાણામંત્રી નિર્મલા સિતારમણ વિશે આવું કહ્યું