અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

MORNING NEWS CAPSULEમાં વાંચો દેવભૂમિ દ્વારકામાં મોટી દૂર્ઘટના, HCએ 32 પોલીસકર્મીઓને આપ્યો મોટો ઝટકો, જાણો તથ્ય પટેલના કેસમાં શું છે બિગ અપડેટ

નાયરા રિફાઇનરીમાં ગરમ પાણી ઉડતાં 10 કર્મીઓ દાઝ્યા
દેવભૂમિ દ્વારકામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ખંભાળિયા નજીક આવેલી નાયરા રિફાઇનરીમાં પાઇપલાઈનમાંથી ગરમ પાણી ઉડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર, ખંભાળિયા નજીક આવેલી નાયરા રિફાઇનરીના ARC પ્લાન્ટમાં ડામરની લાઈન ચોકઅપ થઇ જતાં કર્મચારીઓ અને શ્રમિકો લાઈન રીપેર કરી રહ્યા હતા. આ વેળાએ ઊંચા તાપમાને લાઈન ખોલતા જ અંદરથી ધગધગતો ડામર અને ગરમ પાણીનો ધોધ છુટ્યો હતો. જેના કારણે નાયરા રિફાઇનરીમાં કામ કરતા કર્મચારીઓ ભારે ભાગદોડ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 10 જેટલા કર્મચારીઓ દાઝી ગયા હતા. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં બે કર્મચારીની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આજે મળશે કેબિનેટની બેઠક
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી થયેલી નુકસાનીના વળતર અંગે ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ આ બેઠકમાં ખેતીમાં થયેલા નુકસાનના વળતરને લઈને પણ ચર્ચા થશે. મહત્વનું છે કે, આવતીકાલે એટલે બુધવારે વિશ્વ આદિવાસી દિવસ હોવાથી આજે મંગળવારે કેબિનેટની બેઠક યોજાવા જઈ રહી છે.

જૂનાગઢ દરગાહને નોટિસ બાદ થયો હતો પથ્થરમારો
જૂનાગઢ પથ્થરમારામાં ઝડપાયેલા આરોપીને પોલીસ દ્વારા જાહેરમાં માર મારવા આવતા ગુજરાત હાઈકોર્ટે આકરું વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે કહ્યું છે કે આરોપીઓને માર મારવાના કેસમાં પોલીસકર્મીઓને સરકારી વકીલ નહીં મળે. આ સાથે જ પોલીસકર્મીઓને સરકારી વકીલની જગ્યાએ સ્વખર્ચે પોતાનો વકીલ રોકવાનો હુકમ હાઈકોર્ટ દ્વારા કરાયો છે.મહત્વનું છે કે, જૂનાગઢમાં 16 જૂને બનેલી પથ્થરમારાની ઘટનામાં ઝડપાયેલા 6 આરોપી અને 4 ચાર સગીરને પોલીસે જાહેરમાં કોરડા માર્યા હતા. તો પથ્થરમારાની ઘટના બાદ પકડાયેલા આરોપીઓની સાથે 4 સગીરોને પણ પોલીસે લોક-અપમાં અભદ્ર ભાષા વાપરીને માર માર્યો હતો.

મોદી સરકાર બીજા અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે
કેન્દ્રની મોદી સરકાર આજે સંસદમાં પોતાની વિરુદ્ધ બીજા અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે. આ મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ છે. પરંતુ આ દરમિયાન તમામની નજર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર રહેશે, જેઓ મંગળવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર થનારી ચર્ચામાં ભાગ લેશે. તે જેવું રસપ્રદ રહેશે કે રાહુલ ગાંધી મણિપુર હિંસાને લઈને સંસદમાં શું કહે છે. તેઓ હિંસાગ્રસ્ત રાજ્યની જુલાઈમાં મુલાકાત પણ લઈ ચૂક્યા છે. કેન્દ્રની મોદી સરકારની વિરુદ્ધ 2018માં પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતા. આ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી અચાનક પીએમ મોદી પાસે ગયા અને તેમને ગળે લગાવ્યા હતા.

ગુજરાતમાં વરસાદી રાહતના અણસાર
આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 4 દિવસ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. તેમજ અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, હાલ ગુજરાત રાજ્યમાં કોઈ પણ સિસ્ટમ સક્રિય નથી. જેનાં કારણે ગુજરાતમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. તેમજ માછીમારોને હજુ પણ દરિયો ન ખેડવાનું પણ હવામાન વિભાગ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય ન હોઈ ભારે વરસાદ થવાની કોઈ સંભાવના નથી.

MPIના રિપોર્ટમાં ઘટસ્ફોટ
ગુજરાત ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં દેશમાં બીજા નંબરે આવે છે, પરંતુ જો ગરીબીમાંથી બહાર નીકળવું, પોષણયુક્ત આહાર, શિક્ષા, આરોગ્ય અને જીવનની ગુણવત્તા વધારાની વાત કરીએ તો ગુજરાત દેશમાં ટોપ 15 રાજ્યમાં પણ સામેલ નથી. આ કોઈ વિપક્ષ પાર્ટી દ્વારા નહીં, પરંતુ ભારત સરકારના નીતિ આયોગ દ્વારા જુલાઈ 2023માં બહાર પાડવામાં આવેલું નેશનલ મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં સામે આવ્યું છે.મોટા અને સમૃદ્ધ સ્ટેટ, જેમ કે મહારાષ્ટ્ર જેની GSDP 400 ડોલર બિલિયન પ્લસ છે અને 150 બિલિયન પ્લસ સાથે ગુજરાત બીજા ક્રમે છે. મહારાષ્ટ્રમાં 7.81 ટકા લોકો મલ્ટીડાયમેન્શનલ પોવર્ટીમાં આવે છે. ગુજરાતમાં આ સંખ્યા 11.66 ટકા છે. ગુજરાતમાં ગરીબ લોકોની સંખ્યા સમૃદ્ધ ના ગણાતા વેસ્ટ બંગાળને સમકક્ષ છે, જે 11.89 ટકા છે.ગુજરાતની માથાદીઠ આવક વેસ્ટ બંગાળ કરતાં વધારે છે, પરંતુ ગરીબી બંગાળમાં વધુ ઝડપથી ઘટી રહી છે. આંકડાશાસ્ત્ર અને મંત્રાલયના 2021-22ના અંદાજા મુજબ ગુજરાતની માથાદીઠ આવક અથવા ચોક્કસ વર્ષમાં વ્યક્તિની સરેરાશ કમાણી 2.5 લાખ રૂપિયા, પશ્ચિમ બંગાળના રૂપિયા 1.24 લાખ કરતાં બમણી હોવા છતાં ગરીબ લોકોની સંખ્યા ઓછી કરવામાં વેસ્ટ બંગાળ આગળ છે.

FSLએ ફ્રેમ બાય ફ્રેમ વીડિયો ચેક કર્યો
અમદાવાદ ઇસ્કોન અકસ્માત કેસમાં 9 લોકોના ભોગ લેનાર જેગુઆર કારચાલક તથ્ય પટેલ અત્યારે અમદાવાદના સાબરમતી જેલમાં બંધ છે. તથ્ય સામે પોલીસે IPC કલમો અને મોટર વ્હીકલ ઍક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ગુન્હો નોંધીને 1,684 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે.આ ચાર્જશીટમાં ડિરેકટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગાડીની ઝડપ કેવી રીતે શોધવામાં આવી તે રસપ્રદ છે. એક બાઈકરે અકસ્માત સમયે પોતાના 360 ડિગ્રી કેમેરામાં આ વીડિયો કેપ્ચર કર્યો હતો. આ કેમેરામાં 256 GBનું મેમેરી કાર્ડ હતું. જે પોલીસે કબ્જે લઈને ડિરેકોટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ, ગાંધીનગર ખાતે પોલીસે મોકલી આપ્યું હતું. આ ઉપરાંત વ્હોટ્સએપની 22 સેકન્ડનો અકસ્માતનો વીડિયો દર્શાવતી CD પણ મોકલવામાં આવી હતી.

Back to top button