ગુજરાતટોપ ન્યૂઝ

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, લમ્પી વાયરસ સહિતના મુદ્દાઓ પર ચર્ચા

Text To Speech

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વરસાદના કારણે ગુજરાતમાં વર્તમાન પરિસ્થિતિ તેમજ વરસાદના કારણે ખરાબ રોડ-રસ્તાઓની સ્થિતિ, ડેમની સ્થિતિ તેમજ લમ્પી વાયરસ અને સાતમ-આઠમના તહેવારો સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બનાસકાઠા વરસાદ- humdekhengenews

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પશુઓમાં લમ્પી વાયરસનો ભારે કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે લમ્પી વાયરસનું સંક્રમણ અટકાવવા ગુજરાત સરકાર સતત એક્શન મોડમાં છે. ત્યારે લમ્પી વાયરસને ડામવા રાજ્ય સરકાર રસી ઉપરાંત હજુ કેટલાક નિર્ણય લઇ શકે તેવી શક્યતા છે. આ બેઠકમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં પશુઓના વેક્સિનેશન સહિતની કામગીરીની સમીક્ષા થશે. સમગ્ર રાજ્યમાં હાલ પશુઓમાં લમ્પી વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે જેના કારણે એક બાદ એક પશુઓ લમ્પી વાઇરસનો શિકાર બની રહ્યાં છે. લમ્પી વાઇરસના કારણે એનિમલ હેપલાઈનમાં આવતા ફોન કોલ્સમાં પણ સતત વધારો થઇ રહ્યો છે.

lampi upleta
લમ્પી વાઇરસ ફેલાતા હાહાકાર 

આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં સામાન્ય અને ગરીબ વર્ગના લોકોને વધુમાં વધુ સરકારની આરોગ્ય સેવાનો લાભ મળે તે અંગે પણ ચર્ચા થઇ શકે છે. તદુપરાંત રાજ્યમાં વધુમાં વધુ લોકો પીએમજેવાય કાર્ડ યોજનામાં લાભાર્થી બને તે પ્રકારનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ મુદ્દે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે. આ સિવાય ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં નવા નીર આવકથી જળ સપાટી 138 મીટરે પહોંચતા જળાશયોની સ્થિતિ અંગે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઇ શકે છે.

આ પણ વાંચો : ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય : 42 હજારથી વધુ કર્મચારીઓને મળશે લાભ

Back to top button