ગુજરાતટોપ ન્યૂઝ

આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક, પેપર લીક જેવા અનેક મુદા્ઓ પર લેવાય શકે છે મોટા નિર્ણય

  • આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા કેબિનેટ બેઠક
  • જંત્રી સંદર્ભે મળેલી રજૂઆતો અને રાજકીય અસર અંગે કરાશે ચર્ચા
  • G20 બેઠકની તૈયારી અને બજેટ સત્ર સંદર્ભે પણ બેઠકમાં થઇ શકે ચર્ચા

આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા કેબિનેટ બેઠક યોજાશે. આજની આ બેઠકમાં જંત્રીના નિર્ણય અંગે ચર્ચા થશે. ગઇકાલથી જંત્રી ભાવ વધારાના નિર્ણયના અમલમાં આવ્યા બાદ બિલ્ડર્સમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ જંત્રી સંદર્ભે મળેલી રજૂઆતો માટે હાલ રાજકીય અસર અંગે ચર્ચા કરવામાં આવશે. આજ યોજવા જઈ રહેલી આ બેઠકમાં ચર્ચા કર્યા બાદ જંત્રી અંગે નિર્ણય લેવાઈ શકે છે. આ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ આ કેબિનેટ બેઠકમાં G20 બેઠકની તૈયારી અને બજેટ સત્ર સંદર્ભે પણ ચર્ચા થઇ શકે છે. સાથે જ બજેટ સત્ર દરમિયાન રજૂ થનારા બિલ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત પેપરલીક મામલે બની રહેલા નવા કાયદા સંદર્ભે પણ ચર્ચા થશે.

જંત્રીના ભાવ વધારા અંગે કરાશે ચર્ચા

રાજ્યમાં જંત્રીના ભાવમાં બમણા વધારા બાદ બિલ્ડર્સમાં રોષ જોવા મળી રહ્યો છે. આ રોષ સાથે બિલ્ડર એસોસિએશને મુખ્યમંત્રી સાથે બેઠક પણ યોજી હતી. આ બધાની વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જંત્રીના ભાવ વધારા મામલે નિવેદન આપતા કહ્યું હતું કે, રાજ્ય સરકારે 11 વર્ષથી જંત્રીના ભાવમાં વધારો કર્યો નથી. દેશના મોટાભાગના રાજ્યો દર 2-3 વર્ષે જંત્રીના ભાવ વધારે છે.’ અગાઉ વર્ષ 2011માં જંત્રીના દરોમાં સુધારો કરવામાં આવ્યો હતો અને હવે 12 વર્ષ પછી તેમાં વધારો કરવાની વિચારણા સરકારે હાથ ધરી છે. ક્રેડાઇ અને ડેવલપર્સની મીટીંગ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે અધિકારીઓની બેઠક યોજાઈ હતી અને હવે રજુઆત બાદ જંત્રીના ભાવ વધારા અને સમય અંગે સરકાર આજની બેઠકમાં મોટો નિર્ણય લઈ શકે છે.

આ પણ વાંચો : તુર્કીમાં વિનાશકારી ભૂકંપથી મૃત્યુઆંક 4300ને પાર, ભારતની NDRFની બે ટીમો તુર્કી જવા રવાના

પેપર - Humdekhengenews

પેપરલીક મામલે બની રહેલા નવા કાયદા અંગે ચર્ચા

હાલ જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થાય બાદ યુવાનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ પેપર લીકની ઘટના રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા કડક કાયદા બનાવવામાં આવશે. આ સાથે દરેક સરકારી પરીક્ષા પર મોનિટરિંગ રાખવા માટે એક એજન્સી રચના કરવામાં આવશે. જેમાં પોલીસ ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય અને લોક રક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલને જવાબદારી સોંપવામાં આવશે.

આ પણ વાંચો : આજથી શરૂ થયુ વેલેન્ટાઇન વીકઃ રોઝ આપી કરો પ્રેમનો એકરાર

Back to top button