નવી દિલ્હી, 29 ફેબ્રુઆરી 2024, કેન્દ્રીય કેબિનેટે આજે દેશના સૌ પ્રથમ સેમિકન્ડક્ટર ફેબને મંજૂરી આપી દીધી છે. દેશના સૌ પ્રથમ સેમિકન્ડક્ટર ફેબનું પાવરચીપ તાઈવાન સાથેના સહયોગથી ટાટા ગ્રુપ દ્વારા તૈયાર કરવા આવનાર છે. કેન્દ્રીય આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ સેમિકન્ડક્ટર ફેબ ધોલેરા ખાતે નિર્માણ પામશે અને દર મહિને 50 હજારની કાર્યક્ષમતા ધરાવશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સેમિકન્ડક્ટર ફેબની સ્થાપના કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
27 હજાર કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે
આ સૌ પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબનું ટાટા તથા પાવરચિપ-તાઈવાન દ્વારા ધોલેરા ખાતે પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ ગુજરાતના ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેબની તાઈવાનની પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પ સાથે ભાગીદારીમાં સ્થાપના કરશે. આ ચિપ્સ હાઈ પાવર કોમ્પ્યુટીંગ, ઈલેક્ટ્રીક વ્હિકલ્સ, ટેલિકોમ, સંરક્ષણ, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ્સ તથા પાવર ઈલેક્ટ્રોનિક્સ સહિત આઠ સેક્ટરની ચિપ્સની જરૂરિયાતને સંતોષશે. આ ફેબમાં રૂપિયા 27 હજાર કરોડનું મૂડી રોકાણ કરવામાં આવશે.
દેશના 1 કરોડ ઘરને 300 યુનિટ મફત વીજળી
સરકાર દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સમાં, CG પાવર જાપાનની રેનેસાસ ઈલેક્ટ્રોનિક્સ કોર્પ અને થાઈલેન્ડની સ્ટાર્સ માઈક્રોઈલેક્ટ્રોનિક્સના સહયોગથી ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે.પીએમ-સૂર્ય ઘર યોજના હેઠળ દેશના 1 કરોડ ઘરને 300 યુનિટ મફત વીજળી સાથે કમાણીની તક મળશે. સરકાર આ યોજના પર 75,021 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ હતું કે, દેશમાં સ્થાપિત થનારા 3 સેમિકન્ડક્ટર યુનિટમાં કુલ 1.26 લાખ કરોડ રૂપિયાના રોકાણનો અંદાજ છે.આસામમાં પણ રૂપિયા 27 હજાર કરોડના સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપના કરશે. મુંબઈ સ્થિતિ સીજી પાવર રાનેસાસ ઈલેક્ટ્રોનિક્સ કોર્પ, જાપાન સાથે સહયોગ કરીને ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપના કરશે.
આ પણ વાંચોઃગુજરાતમાં ત્રણ વર્ષમાં મેડિકલમાં U.G.ની 8500 અને P.G.ની 3700 બેઠક ઉપલબ્ધ થશે