81.35 કરોડ ગરીબોને 5 વર્ષ સુધી મફત રાશન આપવાનો કેબિનેટનો નિર્ણય
- PMGKAY હેઠળ ખાદ્ય સબસિડી પર કેન્દ્ર સરકાર આગામી 5 વર્ષમાં અંદાજે રૂ. 11.80 લાખ કરોડનો ખર્ચ કરશે.
- PMGKAY હેઠળ 81.35 કરોડ ગરીબોને 5 વર્ષ સુધી મળશે મફત રાશન.
નવી દિલ્હી, 29 નવેમ્બર: પ્રધાનમંત્રીની આગેવાની હેઠળની મંત્રીમંડળે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે, કે 1 જાન્યુઆરી, 2024થી કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ આશરે 81.35 કરોડ લાભાર્થીઓને પાંચ વર્ષના ગાળા માટે નિઃશુલ્ક રાશન આપવામાં આવશે. આ રાશન, પીએમજીકેએવાયને વિશ્વની સૌથી મોટી સામાજિક કલ્યાણ યોજનાઓમાં સ્થાન આપવામાં આવે છે, જેનો ઉદ્દેશ પાંચ વર્ષનાં ગાળામાં અંદાજે રૂ. 11.80 લાખ કરોડનાં ખર્ચે 81.35 કરોડ વ્યક્તિઓ માટે ખાદ્ય અને પોષણ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વસતિની મૂળભૂત ખાદ્યાન્ન અને પોષણની જરૂરિયાતો પૂર્ણ કરીને કાર્યદક્ષ અને લક્ષિત કલ્યાણ માટે મજબૂત કટિબદ્ધતા દર્શાવે છે. અમૃત કાલ દરમિયાન આ સ્તરે ખાદ્ય સુરક્ષાની ખાતરી કરવી એ મહત્વાકાંક્ષી અને વિકસિત ભારતના નિર્માણ તરફના પ્રયત્નોને સમર્પિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
1 જાન્યુઆરીથી વિનામૂલ્યે અનાજ અપાશે
PMGKAY હેઠળ 1.1.2024થી 5 વર્ષ માટે વિનામૂલ્યે અનાજ (ચોખા, ઘઉં અને બરછટ અનાજ/બાજરી) ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવશે તથા વસતિનાં ગરીબ અને નબળાં વર્ગોની કોઈ પણ પ્રકારની નાણાકીય મુશ્કેલીને હળવી કરશે. તે એક સામાન્ય લોગો હેઠળ 5 લાખથી વધારે વાજબી ભાવની દુકાનોનાં નેટવર્ક મારફતે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિના મૂલ્યે અનાજની ડિલિવરીમાં રાષ્ટ્રવ્યાપી એકરૂપતા પ્રદાન કરશે.
લાભાર્થીઓનાં કલ્યાણને ધ્યાનમાં રાખીને અને લક્ષિત વસતિ માટે ખાદ્યાન્નની સુલભતા, વાજબીપણું અને ઉપલબ્ધતાની દ્રષ્ટિએ ખાદ્ય સુરક્ષાને મજબૂત કરવા તથા તમામ રાજ્યોમાં એકરૂપતા જાળવવા માટે પીએમજીકેએવાય હેઠળ પાંચ વર્ષ સુધી વિના મૂલ્યે અનાજ પ્રદાન કરવાનું ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- અગાઉ PM મોદીએ મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આગામી પાંચ વર્ષ સુધી મફત રાશન મળતુ રહેની જાહેરાત કરી હતી. જેનો આજે કેબિનેટે નિર્ણય લીધો છે.
વાંચો અહીં : આગામી 5 વર્ષ સુધી ગરીબોને મફત રાશન મળતું રહેશે: PM મોદી