એજ્યુકેશનટોપ ન્યૂઝનેશનલ

PM શ્રી યોજનાને મંજૂરી, દેશના વિદ્યાર્થીઓને થશે મોટો લાભ

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક યોજાઈ છે. જેમાં કેબિનેટે ‘PM શ્રી’ યોજનાને મંજૂરી આપી છે. તેમજ PM ગતિશક્તિ પર પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તથા રેલવેની જમીન લાંબા ગાળાના લીઝ પર આપવાની નીતિને મંજૂરી અપાઈ છે. દેશમાં 14,000થી વધુ કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયોને ‘PM શ્રી’ શાળાઓ તરીકે મજબૂત અને વિકસિત કરવામાં આવશે. શાળાઓમાં લગભગ 20 લાખ વિદ્યાર્થીઓ હશે.

 

શાળાઓની સ્થાપના કરવા માટે નવી યોજનાને મંજૂરી

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, કેન્દ્રીય કેબિનેટે ‘PM શ્રી’ શાળાઓની સ્થાપના કરવા માટે નવી યોજનાને મંજૂરી આપી છે. શાળાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થી 12મું પાસ કર્યા બાદ વિશ્વમાં સ્પર્ધાત્મક રીતે જવા માટે તૈયાર થવો જોઈએ. આ શાળાઓમાં લગભગ 20 લાખ વિદ્યાર્થીઓ હશે. આ સાથે જ કેન્દ્રીય કેબિનેટે પીએમ ગતિ શક્તિ માળખાને લાગુ કરવા માટે રેલવેની જમીન લાંબા ગાળાના લીઝ પર આપવાની નીતિને મંજૂરી આપી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં 300 કાર્ગો ટર્મિનલ વિકસાવવામાં આવશે.

બુધવારે કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક યોજાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પીએમ શ્રી યોજના અને પીએમ ગતિશક્તિ સાથે જોડાયેલ મહત્વના નિર્ણયો કરાયા હતા. કેબિનેટના નિર્ણય વિશે માહિતી આપતાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે કેબિનેટની બેઠકમાં ‘PM શ્રી’ શાળાઓની સ્થાપના માટે નવી યોજના શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

Back to top button