ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાષ્ટ્રપતિની મહોર બાદ કેબિનેટે પણ વચગાળાના બજેટને આપી મંજૂરી

Text To Speech

નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી: સંસદનું બજેટ સત્ર બુધવારથી શરૂ થયું છે.  ત્યારે આજે રાષ્ટ્રપતિની મહોર બાદ કેબિનેટે પણ વચગાળાના બજેટને મંજૂરી આપી દીધી છે. 1 ફેબ્રુઆરીના રોજ, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કરશે. આગામી લોકસભા ચૂંટણીને કારણે આ વચગાળાનું બજેટ બનવા જઈ રહ્યું છે. ચૂંટણી બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ હશે.

બજેટ રજૂ થતાં પહેલાં કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણ, રાજ્યના પ્રધાનો ડૉ. ભાગવત કિશનરાવ કરાડ અને પંકજ ચૌધરી અને નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ કેન્દ્રીય બજેટની રજૂઆત પહેલા રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી.

કેબિનેટે બજેટ પર મહોર લગાવી દીધી

રાષ્ટ્રપતિ ભવનમાં બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપર્દી મુર્મુએ નાણા મંત્રી નિર્મલા સીતારમણને બજેટ રજૂ કરતાં પહેલાં પંચામૃત પીવડાવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી બાદ મોદી કેબિનેટે પણ બજેટને મંજૂરી આપી દીધી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત છઠ્ઠી વખત બજેટ રજૂ કરશે. ચૂંટણીનું વર્ષ છે, તેથી આ વચગાળાનું બજેટ છે. સંસદના બજેટ સત્રમાં નાણામંત્રીનું ભાષણ થોડી જ વારમાં શરૂ થશે.

નિર્મલા સીતારમણ લાલ રંગના ટેબ્લેટ સાથે સંસદ ભવન પહોંચ્યા

નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે લાલ રંગના ટેબ્લેટ સાથે સંસદ ભવન પહોંચ્યા હતા. વાદળી રંગની સાડીમાં તેમનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. તેમની સાથે નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: નાણામંત્રી કનુ દેસાઈ ત્રીજીવાર ગુજરાત સરકાર તરફથી વર્ષ 2024-25નું અંદાજપત્ર રજૂ કરશે

Back to top button