ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) આજે ફાઈનલ અને ઈન્ટર પરિણામ જાહેર કર્યું હતું. જેમા અમદાવાદના અક્ષય રમેશ જૈન CA ફાઈનલ પરીક્ષામાં ટોચના સ્થાને રહ્યા છે.
CA પરિણામમા અમદાવાદના જૈન અક્ષય રમેશે ટોપ કર્યું
CA ઈન્ટર અને ફાઈનલની રાહ આખરે આજે પૂરી થઇ ગઇ છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) એ આજે CA ઇન્ટરમીડિયેટ અને CA ફાઈનલના પરિણામો જાહેર કર્યા છે. પરિણામ સત્તાવાર વેબસાઇટ icdi.nic.in પર જાહેર કરવામાં આવ્યું છે. પરિણામની સાથે ટોપર્સની યાદી પણ બહાર આવી છે.જેમાં અમદાવાદના જૈન અક્ષય રમેશે ફાઈનલ પરિણામમાં ટોપ કર્યું છે. તેણે 800 (77 ટકા)માંથી 616 માર્ક્સ મેળવ્યા છે.
CAની ફાઈનલ પરીક્ષામાં આ વિદ્યાર્થીઓ ટોપ પર
અમદાવાદના અક્ષય રમેશ જૈને કુલ 800માંથી 616 માર્ક્સ મેળવીને CAની ફાઈનલ પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવ્યું છે, ત્યારબાદ ચેન્નઈના કલ્પેશ જૈને 603/800ના સ્કોર સાથેબીજા ક્રમે જ્યારે નવી દિલ્હીના પ્રખર વારસનેયે 800માંથી 574 માર્ક્સ સાથે ત્રીજા ક્રમે છે.
જાણો અક્ષય જૈન કોણ છે ?
CA ફાઇનલમાં અમદાવાદનો વિદ્યાર્થી અક્ષય જૈન સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવતા ગુજરાતનું માનભેર ગૌરવ વધ્યું છે. અક્ષય જૈન અમદાવાદના ઘોડાસરનો રહેવાસી છે.અક્ષયના ભાઈ એક ઈજનેર છે, અને પિતા લોજીસ્ટિકના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
આ તારીખે લેવામાં આવી હતી પરીક્ષા
તમને જણાવી દઈએ કે CA ઇન્ટરમીડિયેટ ગ્રુપ 1 ની પરીક્ષા 3 મે થી 10 મે દરમિયાન લેવામાં આવી હતી. જ્યારે, CA ઇન્ટર ગ્રુપ 2 ની પરીક્ષા 12 થી 18 મે દરમિયાન લેવામાં આવી હતી. જોકે, ગ્રુપ 1 અને ગ્રુપ 2 માટે 2 મે થી 9 મે દરમિયાન સીએ ફાઇનલ પરીક્ષા લેવામાં આવી હતી.
અમદાવાદના આટલા વિદ્યાર્થીઓ પાસ થયા
CA ફાઇનલ કોર્સમાં અમદાવાદના 600 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 59 પાસ થયા છે. જ્યારે ઇન્ટરમીડીએટ કોર્સમાં અમદાવાદમાં 1256 વિદ્યાર્થીઓમાંથી 135 પાસ થયા છે.
આ પણ વાંચો : હિંમતનગરમાં ‘ગબ્બર ઇઝ બેક’ જેવો કિસ્સો, મૃત બાળકીની સારવાર કરી લાખો રુપિયા પડાવ્યા