CAનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. CAના કોર્સમાં નવી શિક્ષણ નીતિ સંદર્ભે CAનો નવો ઘડવામાં આવેલો અભ્યાસક્રમ નવેમ્બર-2023ની પરીક્ષા માટે લાગુ કરવાનો હતો. પરંતુ હજુ સુધી સરકારે તેને લઈને મંજૂરી આપી નથી. જેના કારણે જૂના કોર્સ મુજબ નવેમ્બરથી પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
CAના અભ્યાસને લઈને લેવાયો મહત્વનો નિર્ણય
CAના કોર્સમાં નવી શિક્ષણ નીતિ મુજબ નવા અભ્યાસક્રમમાં સૂચવેલા સુધારા અંગે સરકારે સ્પષ્ટીકરણ માંગતા તેને વિલંબ થતા વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવેમ્બર-3-2023ની પરીક્ષા જૂના હાલના અભ્યાસક્રમ મુજબ જ લેવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. આ મામલે સ્પષ્ટતા થઈ ન હોવાથી સીએનો અભ્યાસ કરતા છાત્રો અભ્યાસને લઈને મુજવણમાં મુકાયા હતા હવે આ બાબતે જૂના અભ્યાસક્રમ મુજબ જ પરિક્ષા લેવાની જાહેરાત કરાતા વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે.
જૂના કોર્સ મુજબ લેવાશે પરીક્ષા
નવી શિક્ષણ નીતિ સંદર્ભે CAનો નવો ઘડવામાં આવેલો અભ્યાસક્રમ આગામી નવેમ્બર મહિનામાં યોજાનારી પરીક્ષા માટે અમલમાં મૂકવાનો હતો. પરંતુ સરકાર તરફથી હજુ સુધી મંજૂરી મળી નથી. જેના કારણે આગામી નવેમ્બર 2023માં યોજાનારી પરીક્ષા જૂના અભ્યાસક્રમ પ્રમાણે જ લેવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.
મંજુરીમાં વિલંબ થતા લેવાયો નિર્ણય
અમદાવાદ આવેલા પ્રેસિડેન્ટ સીએ દેબાશિસ મિત્રાએ નવા અભ્યાસક્રમના અમલને લઈને માહિતી આપતા જણાવ્યુ હતુ કે નવો અભ્યાસક્રમ તૈયાર કરાયા બાદ તેની મંજુરી માટે ફાઈલ ભારત સરકારમાં મોકલી આપેવામાં આવી છે. અને કમિટી દ્વારા અભ્યાસક્રમમાં જે નવા ફેરફાર કરવામાં આવ્યા છે તે સંદર્ભે સરકાર દ્વારા સ્પષ્ટીકરણ માગવામાં આવ્યાં છે. જેથી મંજુરીમાં વિલંબ થયો હોવાથી હવે નવેમ્બર 2023માં યોજાનારી પરીક્ષા જૂના અભ્યાસક્રમ પ્રમાણે જ લેવાશે.
આ પણ વાંચો : મુકેશ અંબાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીને આપી મોટી ભેટ, જાણો શું છે ખાસ