સી-વોટરના સર્વે : હાલની સરકારથી કેટલાં લોકો છે ખુશ ?
સી-વોટરે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને એક સર્વે હાથ ધર્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. રાજ્યમાં પહેલાં તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરે યોજાશે, જ્યારે 8 દિવસે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કરવામાં આવેલ સી વોટર સર્વેમાં ઓપિનિયન પોલ દ્ધારા સવાલો પૂછવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો : આઝાદીનાં 75 વર્ષે આ બેટ પરના ગામોને મળ્યું પહેલું વોટિંગ બુથ
જાણો શું છે જનતાનો ઓપિનિયન?
આ ઓપિનિયન પોલમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમને શું લાગે છે કે ગુજરાતમાં કોણ જીતશે? આ સવાલના ચોંકાવનારા જવાબો સામે આવ્યા છે. સર્વેનાં જવાબમાં 56 ટકા લોકોએ કહ્યું કે રાજ્યમાં ભાજપની વાપસી થશે. 17 ટકા લોકો કહે છે કે ગુજરાતમાં કોંગ્રેસ જીતશે. તે જ સમયે, 20 ટકા લોકો માને છે કે આમ આદમી પાર્ટી જીતશે. જ્યારે 2 ટકા લોકો કહે છે કે અન્ય લોકો જીતી શકે છે. આ સિવાય સર્વેમાં 1 ટકા લોકોએ કહ્યું કે રાજ્યમાં ત્રિશંકુ સરકાર બનશે અને લગભગ 4 ટકા લોકો માને છે કે તેમને ખબર નથી કે રાજ્યમાં કોની સરકાર બનશે.
તમને લાગે છે કે ગુજરાતમાં કોણ જીતશે?
ભાજપ-56%
કોંગ્રેસ-17%
આપ -20%
અન્ય-2%
ત્રિશંકુ -1%
અજ્ઞાત – 4%
ભાજપ માટે સત્તામાં વાપસી આસાન નહીં
ગુજરાતમાં આ વખતે ભાજપ, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી વચ્ચે કટ્ટર હરિફાઈ છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને અનેક વચનો આપ્યા છે. જ્યારે 27 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ માટે સત્તામાં વાપસી આસાન નહીં હોય. જો કે ભાજપની તરફેણમાં પરિણામ લાવવા માટે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક વરિષ્ઠ નેતાઓ મેદાનમાં છે. જો કે ગુજરાતમાં કોણ જીતશે તે તો 8મી ડિસેમ્બરે જ ખબર પડશે.