BZ ગ્રુપના ઠગ ભૂપેન્દ્ર ઝાલાની આગોતરા જામીન અરજી પર પડી મુદત, જાણો હવે ક્યારે થશે સુનાવણી?

મોડાસા, 6 ડિસેમ્બર, 2024: BZ ગ્રુપના ઠગ ભૂપેન્દ્ર ઝાલાની આગોતરા જામીન અરજીની સુનાવણીમાં આજે મુદત પડી હતી. હવે આવતા અઠવાડિયે તેની અરજી પર સુનાવણી હાથ ધરાશે. BZ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલા એન્ડ કંપનીએ સાબરકાંઠા અને ગુજરાતમાં અનેક જગ્યાએ કરોડોની ઠગાઇ આચરી છે. જોકે ભૂપેન્દ્ર ઝાલાએ કરેલી આગતરા જામીન માટેની અરજીમાં પોતે કોઈ કૌભાંડ ન કર્યાની વાત કરી હતી. તેણે પોલીસ તપાસમાં સહકાર આપવાની પણ વાત કરી હતી. ધરપકડથી બચવા ભાગેડુ ભૂપેન્દ્ર ઝાલાએ આગોતરા જામીન અરજી કરી હતી.
લોકોને એકના ડબલ કરવાની લાલચ આપીને કરોડો રુપિયા સેરવી લઇ ભાગી જનારા BZ GROUPના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી આજે મોકૂફ રખાઇ છે. હવે 9 ડિસેમ્બરે સુનાવણી યોજાશે.
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
દરમિયાન, ઝાલાના વધુ એક કાંડ પરથી પડદો ઉંચકાયો છે. BZ ગ્રુપના ગ્રુપ અને તેમની ઠગ ટોળકી અલગ અલગ જગ્યાઓ પર ઓફિસ ખોલીને અનેક લોકો પાસે રોકાણ કરાવતા હતા. જેના લીધે ભુપેન્દ્ર સિંહ ઝાલાના BZ ગ્રૂપની પેટા કંપનીઓ અને તેના CEO વિરુદ્ધ પણ CID ક્રાઈમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં આર. કે. એન્ટરપ્રાઇઝના CEO હરપાલસિંહ ભરતસિંહ ઝાલા તેની સાથે સાથે હરિસિદ્ધિ ફાયનાન્સિયલ સર્વિસના CEO અજય સિંહ પરમાર અને કે. કે. એન્ટરપ્રાઇઝના CEO વિરુદ્ધ ગાંધીનગર CID ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. દર મહિને 5થી 30 ટકા રોકાણના નામે આ કંપનીઓ દ્વારા ઠગાઇ આચરવામાં આવતી હતી. ચેઇન બનાવવાનું જણાવી રોકાણકારોને લાલચ આપીને ખુલ્લેઆમ લૂંટવામાં આવતા હતા.
ભૂપેન્દ્ર સિંહ ઝાલાનો મુખ્ય એજન્ટ સામે પણ બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભૂપેન્દ્ર સિંહ ઝાલા અને મુખ્ય એજન્ટ મયુર દરજી વિરુદ્ધ CID ક્રાઈમ દ્વારા વધુ એક ગુનો દાખલ કર્યો છે. ખેડાના કપડવંજના કમલેશ ચૌહાણે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે BZ ફાઇનાન્સિયલ સર્વિસમાં વિવિધ રોકાણ પર 3 ટકાથી 120 ટકા જેટલું ઊંચું વળતર આપવાની લાલચ આપી ઠગાઈ કરી હોવાનો આરોપ લાગી રહ્યો છે. કમલેશ ચૌહાણ અને મિતેષ પ્રજાપતિ સાથે રૂપિયા 2 લાખ 10 હજારની ઠગાઈનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાતે 2023-24 માટે ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક(GSIRF) જાહેર કર્યું
તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X