Byju’sએ કર્મચારીઓને ફરી આપ્યો ઝટકો, 1,000 કર્મચારીઓની હકાલપટ્ટી
મોટી કંપનીઓમાં કર્મચારીઓની છટણીનો સીલસીલો હજુ યથાવત જ છે. અનેક મોટી મોટી કંપનીઓ તેના કર્મચારીઓને ઓછા કરી રહી છે. ત્યારે દુનિયાની સૌથી વધુ વેલ્યૂએશનવાળી એડટેક ગણાતી કંપની Byju’sએ પણ તેના કર્મચારીઓની છટણી કરી રહી હોવાનું સામે આવ્યું છે.
1,000થી વધુ કર્મચારીઓની કરી છટણી
Byju’sએ ફરીથી તેના 1,000થી 1,200 કર્મચારીઓની છટણી કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે. અને ખાસ વાત એ છે કે આ કંપનીએ ઈમેઈલ લીક ન થાય તેના કારણે કર્મચારીઓને આ વિશે કોઈ ઇમેલ મોકલ્યા વગર વોટ્સએપ કૉલ્સ પર Google મીટ પર કૉલમાં જોડાવા માટે કહ્યું અને ત્યાં તેમને છટણી વિશે માહિતી આપવામા આવી હતી.
આ વિભાગના કર્મચારીઓને કાઢ્યા
Byju’sએ તેના 1,000 કર્મચારીઓની છટણી કરી છે. તેમાં એન્જિનિયરિંગ, સેલ્સ, લોજિસ્ટિક્સ, માર્કેટિંગ અને કોમ્યુનિકેશન ટીમોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આમાથી એન્જિનિયરિંગ ટીમમાંથી લગભગ 300 કર્મચારીઓની કાઢી મુક્યા છે.
કંપનીનો નફો વધારવા કર્મચારીઓમાં ઘટાડો
BYJU’S માં છટણી એવા સમયે કરી છે જ્યારે BYJU’S પોતાને ઝડપથી નફાકારક બનાવવાનો પ્રયાસ કરી રહી છે અને તેના માટે તે તેના ખર્ચમાં ઘટાડો કરી રહી છે. કંપનીની આવકની વૃદ્ધિની ગતિ પણ ઘટી છે અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ભંડોળની ઉપલબ્ધતામાં પણ ઘટાડો થયો છે.
ઓક્ટોબરમાં ગ 2,500 કર્મચારીઓને છૂટા કર્યા હતા
ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં આ કંપનીએ 5 ટકા અથવા લગભગ 2,500 કર્મચારીઓને છૂટા કર્યા હતા. અને કંપનીના સ્થાપક બાયજુ રવીન્દ્રને છટણીને યોગ્ય ગણાવી હતી અને કહ્યું હતું કે તે કંપનીના લાભ માટે લેવાયેલું જરૂરી પગલું હતું. ત્યારે આજે ફરી એક વાર તેના 1000 કર્મચારીઓની નોકરીમાંથી હકાલપટ્ટી કરતા કર્મચારીઓને મોટો ફટકો પડ્યો છે.
આ પણ વાંચો : રાજ્ય સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજનાને જબરદસ્ત પ્રતિસાદ, ચાર મહિનામાં આટલાં લોકોને મળ્યો લાભ