Bye Bye 2022: સુપરસ્ટાર્સની ફિલ્મો રહી સુપર ફ્લોપ
વર્ષ 2022માં કેટલીયે બિગ બજેટ બોલિવુડ ફિલ્મો રિલીઝ થઇ, જેમાંથી બહુ ઓછી ગણીગાંઠી ફિલ્મો જ દર્શકોને ઇમ્પ્રેસ કરવામાં સફળ રહી. બાકીની ફિલ્મો દર્શકોને સિનેમાઘર સુધી ખેંચવામાં નિષ્ફળ રહી. આ વર્ષે બિગ બજેટની કેટલીક ફિલ્મોને દર્શકોનો કોઇ ખાસ રિસ્પોન્સ ન મળ્યો.
કોરોનાના કારણે બંધ પડેલા થિયેટર્સ આ વર્ષે ખુલ્યા, ઘણી મોટી ફિલ્મો મોટા પરદે રિલીઝ થઇ. કેટલીક ફિલ્મો ઓટીટી પર પણ આવી, પરંતુ તેને દર્શકોનો એવો રિસ્પોન્સ ન મળ્યો જેવો મળવો જોઇતો હતો. આ લિસ્ટમાં રણવીર સિંહથી લઇને અક્ષયકુમાર સુધીના નામ સામેલ છે.
જયેશભાઇ જોરદાર
રણવીરસિંહની જયેશભાઇ જોરદારે રિલીઝ પહેલા ખુબ ધમાલ મચાવી હતી, પરંતુ દર્શકો થિયેટરમાં પહોંચ્યા, તો નિરાશ થઇને બહાર નીકળ્યા. દર્શકોને આ ફિલ્મ કંઇ ખાસ ન લાગી, જેના લીધે આશા હતી તેના કરતા ઓછા દર્શકો મળ્યા અને ફિલ્મ પીટાઇ ગઇ.
ધાકડ
કંગના રાણાવત પોતાના ધાકડ અંદાજથી દર્શકોને ઇમ્પ્રેસ કરવામાં નિષ્ફળ રહી. ફિલ્મ આ વર્ષની સુપર ફ્લોપ ફિલ્મોના લિસ્ટમાં સામેલ થઇ ગઇ.
શમશેરા
રણબીર કપુરે શમશેરા સાથે લગભગ ચાર વર્ષ બાદ મોટા પરદે એન્ટ્રી કરી હતી. સંજુ જેવી બ્લોકબસ્ટર આપ્યા પછી મેકર્સને આ ફિલ્મથી ઘણી આશાઓ હતી, પરંતુ દર્શકોને ખુશ કરવામાં શમશેરા ફેલ રહી.
વિક્રમવેધા
ઋત્વિક રોશન અને સેફ અલી ખાનની ફિલ્મ વિક્રમ વેધાની દર્શકોને ખુબ રાહ હતી. આ ફિલ્મ ક્યારે રિલીઝ થઇ અને ક્યારે થિયેટરમાંથી હટી ગઇ તે દર્શકોને પણ જાણ ન થઇ. જબરજસ્ત એક્શનથી ભરેલી આ ફિલ્મ દર્શકોને સિનેમાઘરો સુધી લાવવામાં નિષ્ફળ રહી.
સમ્રાટ પૃથ્વીરાજ
અક્ષયકુમાર અને માનુષી છિલ્લરની સમ્રાટ પૃથ્વીરાજ આખુ વર્ષ ખુબ ગાજેલી રહી, પરંતુ જ્યારે ફિલ્મ રિલીઝ થઇ ત્યારે દર્શકો થિયેટર સુધી પહોંચ્યા ત્યારે ખુબ જ નિરાશ થયા. નેગેટિવ માઉથપબ્લિસીટીથી દર્શકો પણ એટલા ન મળ્યા. તેનું પરિણામ એ આવ્યુ કે આ ફિલ્મ સુપર ફ્લોપ રહી.