અમદાવાદગુજરાતધર્મ

અખાત્રીજે લક્ષ્મીજીની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે, જાણો અમદાવાદના મહાલક્ષ્મીજીનો મહિમા

  • 29મી જાન્યુઆરી 1990ના રોજ વસંત પંચમીના દિવસે મહાલક્ષ્મીની મૂર્તિની સ્થાપના
  • અખાત્રીજ, વસંતપંચમી તેમજ ધનતેરસમાં વિશેષ પૂજા કરવામાં આવે છે
  • શ્રી મહાલક્ષ્મી માતા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળા અને ખાદ્ય સામગ્રી સહિત સેવાઓ

આજે અખાત્રીજનો પાવન દિવસ છે ત્યારે અખાત્રીજ અર્થાત અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કેટલાક મંત્રોનો જાપ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ હોય છે.

અમદાવાદ તેના આઇકોનિક સીમાચિહ્નો મુલાકાતીઓને શહેરની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઇતિહાસની સમજ આપે છે. દેશના વિવિધ ભાગોમાંથી પ્રવાસીઓ તેના સમૃદ્ધ વારસાને જોવા માટે શહેરમાં આવે છે. એક આકર્ષક શહેર જ્યાં સંસ્કૃતિ હજી પણ શ્વાસ લે છે. અમદાવાદમાં પ્રાચીન અને નવા કેટલાય મોટા અને નાના મંદિરો છે. મહાલક્ષ્મી મંદિર એ દેવી મહાલક્ષ્મીને સમર્પિત એક નાનું પરંતુ નોંધપાત્ર મંદિર છે જે પાલડી બસ સ્ટોપ પાસે મહાલક્ષ્મી સોસાયટીમાં આવેલું છે.

આ પણ વાંચો : રાજ્યના ધર્મસ્થાનો પર ‘મહાસફાઈ અભિયાન’ શરુ, મુખ્યમંત્રીએ બાલાજી હનુમાનજી મંદિરથી કરાવ્યો શુભારંભ

શ્રી મહાલક્ષ્મી મંદિરનો ઈતિહાસ

મંદિરનો શિલાન્યાસ 10મી ડિસેમ્બર 1987ના રોજ કરવામાં આવ્યો હતો અને પ્રમુખ દેવી, દેવી મહાલક્ષ્મીની મૂર્તિની સ્થાપના 29મી જાન્યુઆરી 1990ના રોજ વસંત પંચમીના દિવસે કરવામાં આવી હતી. સ્વામી શ્રી મનુવરજીના હસ્તે પવિત્ર મૂર્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

તેમાં ગર્ભગૃહની બહાર ભગવાન ગણેશ અને ભગવાન બટુક ભૈરવની મૂર્તિઓ પણ છે. લોકો મુખ્ય મંદિરની નજીક સ્થિત એક વૃક્ષ નીચે એક અલગ મંદિરમાં શિવલિંગના રૂપમાં ભગવાન શિવની પૂજા પણ કરે છે.

આ પણ વાંચો : નવરાત્રીના ચોથા નોરતે જાણો માતા ભદ્રકાળીનો મહિમા !

શ્રી મહાલક્ષ્મી માતા ટ્રસ્ટ દ્વારા પવિત્ર સ્થળની સારી રીતે જાળવણી કરવામાં આવે છે જે જરૂરિયાતમંદોને ધાબળા અને ખાદ્ય સામગ્રી આપવા સહિત અનેક સામાજિક કાર્યોમાં પણ સામેલ છે. તેઓ અન્ય કેટલીક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિયપણે સામેલ છે.

ચુંદડી ચડવવામાં આવે છે

મંદિરના પુજારીના જણાવ્યા અનુસાર, અખા ત્રીજનું વિશેષ મહત્વ હોય છે. અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીજીને ચુંદડી ચડાવવામાં આવે છે. લોકો ચાલતા મંદિરે આવે છે તેમજ આજે હવન કરવામાં આવે છે. શ્રદ્ધાથી પૂજા અર્ચના કરવાથી મનોકામનાં પૂર્ણ થાય છે. અહી અખાત્રીજ, વસંતપંચમી તેમજ ધનતેરસમાં વિશેષ પૂજા કરવામાં આવે છે તેમજ આ દિવસોમાં લોકો દુર દુરથી લોકો દર્શન કરવા આવે છે.

આ પણ વાંચો : અમદાવાદના કેમ્પ હનુમાનજીની શોભાયાત્રા નીકળી,  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ

લક્ષ્મીની કૃપાથી એકના બદલે ૩ ઘર અપાવ્યા

દર્શનાર્થી દેવાંગ સોલંકીના જણાવ્યા અનુસાર, હું છેલ્લા 6 મંદિરના સંપર્કમાં આવ્યો વર્ષથી નિયમિત મંદિરે દર્શન કરવા આવું છું. માતાજીના મૂર્તિ પ્રત્યે અપાર શ્રદ્ધા છે. અમારી પાસે એકપણ ઘર નહતું. મે 6 વર્ષ પહેલા સંકલ્પ કર્યો હતો કે માતાજી અમને મકાન અપાવશે તો અમે હવન કરાવીશું. પરંતુ માતાજીની અસીમ કૃપાથી છેલ્લા ૩ વર્ષમાં એકના બદલે ૩ મકાનો મળ્યાં છે. અમે આજે હવાન કરાવવા જઈ રહ્યા છીએ. ખૂબ પવિત્ર જગ્યા છે તેમજ ખૂબ જ નજીવી રકમમાં હવન કરાવવામાં આવે છે.

Back to top button