વર્ષ 2030 સુધીમાં વૈશ્વિક બજારમાં વેચાતી દર ત્રણમાંથી એક કાર ચીની બ્રાન્ડની હશે..!
- ચીનની ઓટો કંપનીઓનો વૈશ્વિક બજારમાં હિસ્સો વર્તમાન 21 ટકાથી વધીને 31 ટકા હશે
- ટેરિફ સંબંધિત મુદ્દાઓ હોવા છતાં યુરોપમાં હિસ્સો વધીને 12 ટકા થશે
નવી દિલ્હી, 02 જુલાઈ : ચીનની ઓટોમોબાઈલ કંપનીઓ ઝડપથી આગળ વધી રહી છે. AlixPartners દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર ચીનની કાર કંપનીઓ માત્ર સ્થાનિક બજારમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે તેમનું વર્ચસ્વ વધારવા માટે તૈયાર છે. હકીકતમાં તે 2030 સુધીમાં વૈશ્વિક વેચાણનો મોટો હિસ્સો પણ મેળવે તેવી સંભાવના છે.
વૈશ્વિક બજારમાં હિસ્સો 21 ટકાથી વધીને 31 ટકા થશે
યુએસ સ્થિત નાણાકીય સલાહકાર અને વૈશ્વિક કન્સલ્ટિંગ ફર્મ, એલિક્સપાર્ટનર્સે આશંકા વ્યક્ત કરી છે કે 2030 સુધીમાં વૈશ્વિક બજારમાં વેચાતી દર ત્રણમાંથી એક નવી કાર ચીનના ઉત્પાદકની હશે. ચીનની ઓટો કંપનીઓનો દાયકાના અંત સુધીમાં વૈશ્વિક બજારમાં હિસ્સો વર્તમાન 21 ટકાથી વધીને 31 ટકા હશે. ઉલ્લેખનીય છે કે ચીન વિશ્વનું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ છે.
હાલમાં, ચાઇનીઝ ઉત્પાદકો ચીનની અંદર 59 ટકા, રશિયામાં 33 ટકા, યુરોપમાં છ ટકા, ઉત્તર અમેરિકામાં એક ટકા, મધ્ય અને દક્ષિણ અમેરિકામાં સાત ટકા અને મધ્ય પૂર્વ અને આફ્રિકામાં આઠ ટકા બજારહિસ્સો ધરાવે છે. દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં બજાર હિસ્સો હાલમાં ત્રણ ટકા છે અને 2030 સુધીમાં વધીને 31 ટકા થવાનો અંદાજ છે.
આ પણ વાંચો : હિંદુ ધર્મ અને અહિંસા પરના નિવેદનોથી ઘેરાયા રાહુલ ગાંધી, શીખ, ઈસ્લામ અને હિન્દુ ધર્મગુરુઓએ જુઓ શું કહ્યું ?
યુએસ સરકારનો નિર્ણય ચીની કંપનીઓ માટે અવરોધરૂપ
યુરોપમાં ચાઇનીઝ બનાવટની ઇવી પર તાજેતરના ટેરિફ અને ચાઇનીઝ કાર પર આયાત જકાત વધારવાનો યુએસ સરકારનો નિર્ણય ચીની કંપનીઓ માટે અવરોધ છે. પરંતુ ચીની કંપનીઓ અન્યત્ર લાભ મેળવવાનો પ્રયાસ કરશે. તેણે જણાવ્યું હતું કે ટેરિફ સંબંધિત મુદ્દાઓ હોવા છતાં યુરોપમાં હિસ્સો વધીને 12 ટકા થશે.
AlixPartners ના એન્ડ્રુ બર્ગબૌમ કહે છે કે “ચાઇનીઝ બ્રાન્ડ્સ એવા લક્ષણો પર વધુ ભાર મૂકે છે જેનો ગ્રાહકો ખરેખર અનુભવ કરી શકે, જેમ કે ડિઝાઇન અને ઇન-કેબિન ટેક્નોલોજી. એટલું જ નહીં, તેઓ વિદેશમાં ફેક્ટરીઓ બનાવતી વખતે તેમનો લાભ વધારવાનો પણ પ્રયાસ કરે છે. રીટેન્શન પર નિર્દયતાથી ધ્યાન કેન્દ્રિત કરે છે. “
આ પણ વાંચો : કોરોનાના નવા વેરિઅન્ટે વધારી મુશ્કેલી, યુએસ-યુકે સહિતના દેશોમાં કેસોમાં વધારો